Red chili 5

જામનગર યાર્ડમાં લાલ મરચાં (Red chili) અને ધાણાની ધૂમ આવક

Red chili , Market yard Jamnagar

Red chili: રાજ્ય ની બજારોમાં હબ બનતું જામનાગરનું યાર્ડ

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૫ માર્ચ:
જામનગર ના હાપા માર્કેટિંગ યાર્ડ માં મરચાં (Red chili) અને ધાણા ની વિપુલ પ્રમાણ માં આવક આવતા વધુ આવક થંભાવી દેવી પડી છે તો યાર્ડ માં ચારેબાજુ મરચાં ની જણસો ના ઢગલા નજરે પડે છે

Whatsapp Join Banner Guj

જામનગર ના હાપા માર્કેટિંગ યાર્ડ માં આજે સવારથી જ મરચાની (Red chili) વિપુલ પ્રમાણ માં આવક ચાલુ થઈ છે ત્યારે ખેડૂતો દ્વારા યાર્ડ ખાતે 7000 જેટલી મરચાની ભારીઓ ઠાલવવા માં આવી છે તો વધુ પડતી આવક ના કારણે યાર્ડ દ્વારા મરચાની આવક ને થંભાવી દેવામાં આવી હતી

Red chili , Market yard Jamnagar

જ્યારે હરરાજી માં મરચાં (Red chili) ના ભાવ રૂપિયા 1000 થી 2900 સુધી ના ખેડૂતો ને મળતા ખેડૂતો માં ખુશી ની લહેર જોવા મળી હતી તેમજ સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાનો પાક વહેચવા માટે આવે છે

ગત વર્ષ માં જામનગર જિલ્લા માં વરસાદ સારા પ્રમાણ માં આવ્યો હોવાથી હાલ પુષ્કળ પ્રમાણ માં ખેડૂતો ને મરચાની આવક થઈ રહી છે જેના પૂરતા ભાવ મળતા હોવાથી ખેડૂતો પણ ખુશ દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો…ગુજરાત બાયોટેકનોલોજી (Biotechnology) યુનિવર્સિટી અને વિશ્વખ્યાત યુનિવર્સિટી ઓફ એડિન બર્ગ વચ્ચે થયા મહત્વપૂર્ણ MOA