Vijay Rupani CM

રાજકોટ માટે મોટા સમાચાર. સોમવારે AIIMS રાજકોટનું શુભારંભ કરાશે

Vijay Rupani CM

AIIMS રાજકોટ ખાતે
મુખ્યમંત્રીશ્રી રૂપાણી દ્વારા એકેડેમિક સેશન ૨૦૨૦-૨૧નો ગાંધીનગરથી ઈ-શુભારંભ કરાશે : વર્ષ ૨૦૨૦-૨૧ની બેંચમાં MBBSના ૫૦ વિદ્યાર્થીઓ

કેન્દ્રના આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી અશ્વિની ચોબે ઓનલાઈનના માધ્યમથી સહભાગી થશે

whatsapp banner 1

ગાંધીનગર, ૧૯ ડિસેમ્બર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તા. ૨૧ ડિસેમ્બર સોમવારે બપોરે ૧૨.૩૦ કલાકે AIIMS રાજકોટ ખાતે એકેડેમિક સેશન ૨૦૨૦-૨૧નો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઈ-શુભારંભ કરાશે. આ પ્રસંગે નવી દિલ્હીથી કેન્દ્રના આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી અશ્વિની ચોબે ઓનલાઈનના માધ્યમથી સહભાગી થશે. જ્યારે રાજકોટથી સાંસદશ્રીઓ, AIIMS રાજકોટના ડાયરેક્ટરશ્રી, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ જોડાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦-૨૧ની બેંચમાં MBBSના ૫૦ વિદ્યાર્થીઓ જોડાશે. હાલમાં હંગામી રીતે AIIMS રાજકોટને PDU મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ રાજકોટના કેમ્પસમાં શરૂ કરવામાં આવી છે.