Jamnagar city Congress

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ની જાહેરાત કરાઈ

Jamnagar city Congress President Virendra Singh jadeja
વીરેન્દ્ર સિંહ જાડેજા ( દિગુભા ), જીવણભાઈ કુંભારવાડીયા

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૯ ડિસેમ્બર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો પણ આ ચૂંટણીમાં બરાબરી ના ખેલ માટે તૈયારીઓ કરી રહ્યા છે જામનગર શહેર કોંગ્રેસ અને જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદની નિમણૂકો છેલ્લા ઘણા સમયથી અટવાયેલી હોય

whatsapp banner 1

આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પદે વીરેન્દ્ર સિંહ જાડેજા ( દિગુભા ) તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે જીવણભાઈ કુંભારવાડીયાની નિમણૂક કરવામાં આવી છે શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નામની જાહેરાત બાદ જામનગર કોંગ્રેસના કાર્યકર્તાઓએ બંને પ્રમુખો ને અભિનંદન પાઠવ્યા હતા