04 થી 06 માર્ચ ત્રણ દિવસ બાંદ્રા-શ્રીગંગાનગર (Bandra-Sriganganagar) સ્પેશિયલ પરિવર્તિત માર્ગ ઉપર દોડશે.

 Bandra-Sriganganagar

04 થી 06 માર્ચ ત્રણ દિવસ બાંદ્રા-શ્રીગંગાનગર સ્પેશિયલ (Bandra-Sriganganagar) પરિવર્તિત માર્ગ ઉપર દોડશે.

પોરબંદર-દિલ્હી સરાય રોહિલા અને પોરબંદર-મુઝફ્ફરપુર માર્ગમાં રેગુલેટ રહેશે.

અમદાવાદ, ૧૫ ફેબ્રુઆરી: ઉત્તર પશ્ચિમ રેલ્વેના અજમેર ડિવિઝનના મદાર-મારવાડ સેક્શનના હરિપુર-સેન્દ્રા સ્ટેશનો વચ્ચેના દોહરીકરણ કાર્યને કારણે, બાંદ્રા-શ્રીગંગાનગર સ્પેશિયલ ડાયવર્ટ રૂટથી ચાલશે અને પોરબંદર-દિલ્હી સરાય રોહિલા અને પોરબંદર-મુઝફ્ફરપુર સ્પેશિયલ હરીપુર સ્ટેશન પર રેગુલેટ રહેશે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

Railways banner

ડાયવર્ટ ટ્રેન

1.      ટ્રેન નંબર 09707 બાંદ્રા – શ્રીગંગાનગર સ્પેશિયલ 04 થી 06 માર્ચ 2021 સુધી (કુલ 3 ટ્રીપ) મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ, ફુલેરા થઈને દોડશે.

2.      ટ્રેન નંબર 09708 શ્રીગંગાનગર-બાંદ્રા સ્પેશિયલ 04 થી 06 માર્ચ 2021 સુધી (કુલ 3 ટ્રિપ) ફૂલેરા, મેડતા રોડ, જોધપુર, મારવાડ જંકશન થઈને દોડશે.

રેગુલેટ ટ્રેન

1.      ટ્રેન નંબર 09263 પોરબંદર – દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ 02 માર્ચ 2021 ના રોજ ​​માર્ગમાં 23 મિનિટ રેગુલેટ રહેશે.

2.      ટ્રેન નંબર 09269 પોરબંદર – મુઝફ્ફરપુર સ્પેશિયલ 04 અને 05 માર્ચ 2021 ના રોજ ​​માર્ગમાં 23 મિનિટ રેગુલેટ રહેશે.

આ પણ વાંચો…Sweta tiwari Photos: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ શેર કર્યા સ્વિમિંગ કરતા ફોટો, ફેન્સ કરી રહ્યા છે પસંદ