Kalupur station

અમદાવાદ – દાદર ગુજરાત મેઇલ સ્પેશિયલ 21 ડિસેમ્બરથી ચાલશે

Railways banner

અમદાવાદ, ૧૮ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 09202/09201 અમદાવાદ – દાદર – અમદાવાદ ગુજરાત મેઇલ સ્પેશિયલ ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે-

ટ્રેન નંબર 09202 અમદાવાદ – દાદર સ્પેશિયલ 21 ડિસેમ્બર, 2020 થી દરરોજ 22:50 વાગ્યે અમદાવાદથી ચાલીને બીજા દિવસે સવારે 06: 15 વાગ્યે દાદર પહોંચશે. વાપસીમાં ટ્રેન નંબર 09201 દાદર – અમદાવાદ સ્પેશિયલ દાદરથી 22 ડિસેમ્બરથી 21:40 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 05:55 વાગ્યે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં મણીનગર, મહેમદાબાદ ખેડા રોડ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દહાનુરોડ અને બોરીવલી સ્ટેશન પર રોકાશે.આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે આ ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે.

ટ્રેન નંબર 09202/09201 નું બુકિંગ 20 ડિસેમ્બર, 2020 થી સુનિશ્ચિત પી આર એસ કાઉન્ટર અને આઇ આર સી ટી સી ની વેબસાઇટ પર ચાલુ થશે.