Yuva Gandhi Part 3

“એક વાત મહાત્માની” અંક ૩ : યુવાન ગાંધી

Yuva Gandhi Part 3

જે સમયે ભારત પર રાની વિકટોરીયાનું રાજ ચાલતું હતું  તે સમયગાળામાં ગુજરાતનાં પોરબંદરમાં ૨ ઓક્ટોબર ૧૮૬૯નાં રોજ જન્મેલા મોહનદાસએ પિતા કરમચંદનાં ચોથા અંતિમ લગ્નનાં છલ્લે ખોળે જન્મેલા પુત્ર હતા. ગાંધીનાં એક ભાઈ લક્ષ્મીદાસ રાજકોટમાં વકીલાત કરતા હતા જે પછીથી રાજકોટ દરબારમાં ખજાનચી બન્યા, બીજાભાઈ કરસનદાસ પોરબંદરમાં જ નાયબ ફોજદાર હતા જે પાછળથી રાણીવાસમાં મુકવામાં આવ્યા.ગાંધીજીનું પ્રાથમિક અભ્યાસ રાજકોટની આલ્ફ્રેડ હાયસ્કુલમાં થયો તે વખતે તેમની ઉમર ૧૨ વર્ષની હતી. શાળાના પરીક્ષણ, તપાસ કરવા નીકળેલા મિસ્ટર.ગાઈલ્સ શાળામાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓને પાંચ શબ્દો લખવા આપવામાં આવ્યા જેમાંથી કેટલ (Kettle) શબ્દ ખોટો લખતા માસ્તર દ્વારા પોતાની  ભૂલ આગળનાં વિધાર્થીમાંથી સુધારી લેના ઇશારાને અવગણી કાઢવા બદલ માસ્તરનો ઠપકો પણ મળ્યો. ભણતરની સાથે જ ૧૩ વર્ષની ઉમરે પોરબંદરનાં વેપારી ગોકુલદાસ મકનજી નામના વેપારીના દીકરી કસ્તુરબાઈ સાથે લગ્ન થયા.     

Hiren Banker
હિરેન બેન્કર

પીએચડી રિસર્ચ સ્કોલર.અમદાવાદ

વર્ષ ૧૮૮૫માં ગાંધીજીના પિતાશ્રી કરમચંદ ગાંધીનું મૃત્યું થતા ઘરનો બધો જ કાર્યભાર માતા પુતળીબેન પર આવી ગયો. જૈન સાધુ બેચરજી સ્વામી જે  ઘરનો કારભાર ચાલવાવા સલાહ આપતા હતા તેમણે ગાંધીજીને ઈંગ્લેંડ જવાની વ્યવસ્થા કરી આપી. વિલાયતના ચક્કરમાં દીકરો વંઠી ન જાય એ માટે માંસ,મદિરા,સ્ત્રીસંગથી દુર રહેવાની માતાએ પ્રતિજ્ઞા લેવડાવી. વર્ષ ૧૮૮૮માં માત્ર ૧૮ વર્ષની ઉમરે મુંબઈથી પોતાના ભાઈ સાથે આગબોટમાં બેસી ગયા. તેજ વર્ષમાં એટલે કે ૧૮ વર્ષની ઉમરે જ કસ્તુરબાએ પહેલા પુત્ર હરીલાલને જન્મ આપ્યો. ૬ નવેમ્બર ૧૮૮૮ના રોજ ઇગ્લેન્ડની ઇનર ટેમ્પલ પ્રવેશ મેળવી બે વર્ષમાં મેટ્રિક પરીક્ષા પાસ કરી. ત્યાં તેમણે લેટીન અને ગ્રીક ભાષાનો અભ્યાસ કર્યો અને ઈંગ્લેંડ અને રોમનનાં કાયદા વાંચ્યા. આખરી પરીક્ષા પાસ કરી ૧૦ જુન ૧૮૯૧એ બેરિસ્ટર બની હાઈકોર્ટમાં પોતાનું નામ દાખલ કરાવ્યું. બારમી જુને ભારત પાછા ફર્યા. યુવાન ગાંધીજીને અંગ્રેજ થવાના વિચારો આવતા. સાધનો-પોશાક, વકૃત્વકલા વગેરે આપનાવી પણ જોયા. પણ અનુકુળ આવ્યા નહિ આપણે ભારતીય છે અને રહીશું નો વિચાર મનમાં ઘર કરી ગયો, ભારત ઉતરતાની સાથે જ માતાનાં મૃત્યુંનાં સમાચારથી આઘાત પોહોચ્યો. માતા માટેના પ્રેમ વિષેની ખબર હોવાને કારણે આગોતરી જાણ કરવામાં આવી નોહતી.ઈંગ્લેંડથી બેરિસ્ટરની ઉપાધી સાથે આવેલા મોહનદાસ પર મોટાભાઈ લક્ષ્મીદાસને ખુબ આશા હતી પરંતુ મુંબઈની અદાલતમાં ક નાના અમસ્તા કેસમાં પણ ગાંધીજીથી એક પણ શબ્દ ન બોલાયો. રાજકોટ અને મુંબઈમાં તદ્દન નિષ્ફળતા જ મળી હતી. વર્ષ ૧૮૯૨નાં ઓક્ટોબર માસમાં બીજા પુત્ર મણીલાલનો જન્મ થયો. એ જ વર્ષમાં રાજકોટની મેમણ પેઠીનાં કહેણથી ગાંધીજી ઝાંઝીબાર, મોઝામ્બિક – આફ્રિકા જવા આગબોટથી રવાના થયા.

ડરબન દરિયા કિનારે ૧૮૯૩માં મેં મહિનામાં ઉતર્યા આ વખતે મનમાં માત્ર કેસો જીતવા અને કઈક કમાઈ કરી લેવી તે જ વાત હતી. ચમકદાર બુટ, ઇસ્ત્રીટાઇટ પેન્ટ, ફ્રોક કોટ પહેરી દાદા અબ્દુલા શેઠને મળવા ગયા. કેસનાં સીલસિલામાં પ્રિટોરિયા જવાનું થયું ડરબનથી પ્રથમ વર્ગની ટીકીટ લઈને ગાંધીજીએ પ્રવાસ શરુ કર્યો પરતુંજાણતા ન હતા કે આ પ્રવાસ જીવનનું વહેણ બદલી નાખશે. ટ્રાન્સવાલની રાજધાની મારીત્સબર્ગમાં એક ગોરો ડબ્બામાં ચઢ્યો એને ગાંધીજી જેવા કાળા વ્યક્તિની ઉપસ્થિતિનો વિરોધ કરતા રેલ્વેનાં અમલદારને બોલાવીને ગાંધીના નીચે ઉતારવાના વિરોધ છતાં ધક્કો મારી સમાન સાથ ઉતારી દીધા. ગાંધીજી ઈચ્છયા હોત તો ત્રીજા વર્ગમાં મુસાફરી કરી શકત પરતું તેમણે વેઇટિંગ રૂમમાં જ રાત કાઢી. આખી રાત કડકડતી ઠંડી ઠુંઠવાતા બેસી રહ્યા. ત્યાં જ સામાજિક અન્યાયનો વિરોધ કરવાની વૃતિનાં બીજ મનમાં અંકુરિત થયા હતા. ત્યારબાદ એક અઠવાડિયામાં હિંદીઓની સભા બોલાવી ચર્ચાઓ કરી છેવટે પ્રિટોરિયામાં કાયમી હિન્દી મંડળની સ્થાપના કરી. તેમણે ચાર બાબતો પર ભાર આપવા જણાવ્યું: વેપારમાંપણ પ્રમાણિક આચરણ રાખો, રહેણીકરણી સુધારો, નાતજાતને ધર્મના ભેદ ભૂલી જાઓ, અંગ્રેજી શીખી લો. ત્રણ વર્ષમાં ગાંધીજી દક્ષીણ આફ્રિકાનાં એક આગળ પડતા વકીલ અને હિન્દીઓના અગ્રણી રાજકીય નેતા બની ગયા. (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

શું આપને ખ્યાલ છે કે આફ્રિકામાં ગાંધીજી પર ઈંડા લાતો, મુક્કાનો વરસાદ પડ્યો હતો. ? જાણીએ કાલનાં “અંક:૪ આફ્રિકામાં ગાંધી” માં  

Reference: એની સ્કાર્ફ , લુઇ ફિશર, સોમાભાઈ પટેલ, મગનભાઈ નાયક લિખિત પુસ્તક અને ગાંધી સાહિત્ય.

ક્લિક કરો અને આગણ વાંચો અંક ૪: આફ્રિકામાં ગાંધી