અજમેર-કેએસઆર બેંગ્લોર અને જોધપુર – કેએસઆર બેંગલુરુ સ્પેશિયલના મહેસાણા સ્ટેશનના સમયના બદલાવ
અમદાવાદ, ૦૮ જાન્યુઆરી: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ દિવિજનના મહેસાણા સ્ટેશન પર ટ્રેન નંબર 06206 અજમેર-કેએસઆર બેંગ્લોર અને ટ્રેન નંબર 06507 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે આ જેવું છે: –
ટ્રેન નંબર 06206 અજમેર-કેએસઆર બેંગ્લોર અને ટ્રેન નંબર 06507 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ મહેસાણા સ્ટેશન પર 12:20 વાગ્યે પહોંચશે અને 12:22 વાગ્યે કેએસઆર બેંગલુરુ જવા રવાના થશે. મુસાફરો કૃપા કરી બદલાયેલા સમયને ધ્યાનમાં રાખો.
આ પણ વાંચો…