જામનગરના જામજોધપુર ની નાહવા પડેલા મિત્રો પૈકી એક તરુણ નું ડૂબી જતાં કરુણ મૃત્યુ
અહેવાલ: જગત રાવલ, જામનગર
૦૭ સપ્ટેમ્બર,જામનગર જિલ્લાના જામજોધપુરમાં વેલનાથ મંદિર ની બાજુમાં આવેલી નદી માં ગઈકાલે રવિવારે ત્રણ ચાર મિત્રો નાહવા માટે ગયા હતા, દરમિયાન ૧૭ વર્ષના એક તરૂણ નું નદીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં વાછાણી વાવ પાસે રહેતો અને અગરબત્તી બનાવવાનું કામ કરતો પાર્થ અશ્વિનભાઈ ડાભી નામનો ૧૭ વર્ષનો તરુણ ગઈકાલે રવિવારે બપોરે પોતાના અન્ય બે ત્રણ મિત્રો સાથે વેલનાથ મંદિરની પાછળના ભાગમાં આવેલી નદીમાં ન્હાવા માટે ગયો હતો અને તમામ મિત્રો નાહવા પડ્યા હતા.
તે દરમિયાન પાર્થ ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો, અને નદીના તળિયામાં કાદવ કીચડમાં ખુપી ગયો હતો. આ ઘટના પછી તેના અન્ય મિત્રો તરફ નદીમાંથી બહાર નીકળીને બૂમાબમ કરી હતી. જોકે પાર્થ નો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ભાવેશ અશ્વિનભાઈ ડાભીએ પોલીસને જાણ કરતાં જામજોધપુરની પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.