Kangana Ranaut

કંગના રનૌતે શિવસેના નેતા પર લગાવ્યો મોટો આરોપ

અહેવાલ: હેમાલી ભટ્ટ

૦૩ સપ્ટેમ્બર,અભિનેત્રી કંગના રનૌતે શિવસેનાના સાંસદ સંજય રાઉત પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. કંગનાએ કહ્યું કે- સંજય રાઉતે મુંબઈ પરત નહી આવવાની તેને ધમકી આપી છે. કંગનાએ ટ્વિટર પર જાણકારી આપી કે- મુંબઇની ગલીઓમાં આઝાદીના નારા લગાવ્યા બાદ હવે તેને ખુલ્લી ધમકી આપવામાં આવી રહી છે.શા માટે મુંબઈ PoK જેવું લાગી રહ્યું છે? પોતાના ટ્વીટ સાથે કંગનાએ એ ખબરની પણ લિંક શેર કરી જેમાં સંજય રાઉતના નિવેદનને દર્શાવવામાં આવ્યું છે. તો શિવસેનાના મુખપત્ર સામનામાં કંગના પર નિશાન સાધતા તેને પરત નહીં આવવા માટે કહેવાયું હતું. કંગનાના મુંબઈ પોલીસવાળા નિવેદન પર પ્રતિક્રિયા આપતા રાઉતે સામનામાં લખ્યું હતું કે- અભિનેત્રીનો વિશ્વાસઘાત શરમજનક છે. તો આ અગાઉ કંગનાએ બુધવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે- બોલીવુડના જાણીતા અભિનેતાઓ ડ્રગ ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ આપે.કંગનાએ અભિનેતાઓના નામ આપી તેમને બ્લડ ટેસ્ટ માટે કહ્યું હતું.