Sushant

શું સુશાંતની મોતના આગલા દિવસે થઈ હતી રિયા-સુશાંતની મુલાકાત? જાણો સમગ્ર વિગત

Sushant

અહેવાલ: હેમાલી ભટ્ટ

૦૧ ઓક્ટોબર: શાંત સિંહ રાજપૂતના મોતના મામલે દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે આ જ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અગાઉ ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેત્રી અને સુશાંત કેસની મુખ્ય આરોપી રિયા એ દાવો કર્યો હતો કે તે છેલ્લી વાર સુશાંતસિંહને ૮ જૂનના મળી હતી. પરંતુ મીડિયા રિપોર્ટ પ્રમાણે રિયા અને સુશાંત છેલ્લી વખત 13 જૂનના મોડી રાત્રે મળ્યા હતા. મોડી રાત્રે બેથી ત્રણ વાગ્યે સુશાંત રિયાને તેના ફ્લેટ સુધી પણ મુકવા ગયો હતો. સુશાંતની બહેન શ્વેતા સિંહએ પણ આ અંગેની વીડિયો ક્લિપ ટ્વિટર પર શેર કરી છે.શ્વેતાએ કહ્યું કે -અમને CBI પર વિશ્વાસ છે. અમે સત્યની નિકટ છીએ.

sushant 2

આગામી થોડાં દિવસ મહત્ત્વના છે. આપણે કંઈક સારા સમાચાર સાંભળવા મળી શકે છે…આશાસ્પદ. મને ખ્યાલ છે કે ભગવાન નિશ્ચિત રીતે આપણી સાથે છે. સુશાંતનું 14 જૂનના શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું. હાલ સીબીઆઇ આ કેસમાં મહત્વની કડીઓ મેળવી રહી છે.

Reporter Banner FINAL 1