FAU G 2

દેસી એક્શન ગેમ લાવી રહ્યા છે અક્ષય કુમાર,FAU-G ગેમનું ટીઝર રિલીઝ

FAU G 2

અહેવાલ: હેમાલી ભટ્ટ

૦૪ સપ્ટેમ્બર,ભારતમાં પબ્જી ગેમ પર પ્રતિબંધ મુકાયા બાદ હવે બોલીવુડ એક્ટર અક્ષય કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર મૂવમેન્ટને સપોર્ટ કરતાં નવી એક્શન ગેમ FAU-G ગેમ લોન્ચ કરી છે. ભારતમાં પબ્જી મોબાઈલ ગેમને લઈને લોકોમાં ખૂબ જ ક્રેઝ હતો. અભિનેતા અક્ષય કુમારે ટ્વિટ કરીને નવી એક્શન ગેમને રજુ કરી છે. અક્ષયે ટ્વીટ કરીને ગેમ વિશે જાણકારી આપી છે. મહત્વનું છે કે આ ગેમથી થનારી કમાઈમાંથી ૨૦ ટકા રેવન્યુ દેશના વીર ટ્રસ્ટને આપવામાં આવશે.

Akshay kumar

આ ગેમના માધ્યમથી પ્લેયરનું મનોરંજન તો થશે જ સાથે સૈનિકોએ આપેલા બલિદાન વિશે પણ જાણી શકાશે.FAU-G ગેમનું પુરુ નામ Fearless And United: Guards રાખવામાં આવ્યું છે. ગેમનાં પોસ્ટરને જોઈને એમ માનવામાં આવી રહ્યું છે કે આ ગેમ PUBGને ટક્કર આપે તેવી હશે.

Advertisement
FAU G