jmc yog certificate

Yoga Trainer Certificate: જામનગરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે ‘યોગ કોચ – યોગ ટ્રેનર સર્ટિફિકેટ વિતરણ’ સમારોહ યોજાયો

Yoga Trainer Certificate: જામનગરના ૨૦ યોગ કોચ-ટ્રેનરોને મંત્રીઆર.સી.ફળદુ અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પ્રમાણપત્ર એનાયત

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૧ જૂન:
Yoga Trainer Certificate: ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે રાજ્યકક્ષાએ ‘યોગ કોચ – યોગ ટ્રેનર સર્ટિફિકેટ વિતરણ’ સમારોહ યોજાયો. જેમાં મુખ્યમંત્રી દ્વારા સાત યોગ કોચ-યોગ ટ્રેનરને પ્રતિકરૂપે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કક્ષાએથી ઉજવણી માટે કલેકટર કચેરી ખાતેથી કૃષિમંત્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા. જિલ્લા કક્ષના કાર્યક્રમમાં મંત્રી આર.સી.ફળદુ અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે જામનગરના ૨૦ યોગ કોચ-ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…ગર્વની વાતઃ GTU ઈન્ક્યુબેટર્સના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ઈન્ટરનેશનલ લેવલે પ્રાપ્ત કર્યું દ્વિતિય સ્થાન!

Yoga Trainer Certificate

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે રાજ્યકક્ષાનો મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં રમત- ગમત યુવા અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ,રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલ રાજપૂત, સભ્ય સચિવ ભાનુભાઈ ચૌહાણ, રમત -ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના ACS સી.વી.સોમ જયારે જામનગર જિલ્લામાંથી મંત્રીઓ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, કલેકટર રવિશંકર, જિલ્લા પોલીસ અધિક્ષક દિપન ભદ્રન, જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, જિલ્લ રમત ગમત અધિકારી નીતાબેન વાળા, જામનગરના યોગ પ્રેમીઓ સહિત યોગ કોચ અને યોગ ટ્રેનર ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.