Ticket window 4

પશ્ચિમ રેલ્વેએ ટિકિટ રદ કરવાના રિફંડ સ્વરૂપે અત્યાર સુધી લગભગ 2350 કરોડરૂ.નું કુલ નુકસાન

૩૧ ઓગસ્ટ,કોવિડ -19 ના પ્રસારને નિયંત્રિત કરવા માટે, 22 માર્ચ 2020 થી તમામ પેસેન્જર ટ્રેનોનેઅટકાવી દેવામાં આવી હતી અને ભારતમાં સંપૂર્ણ રાષ્ટ્રવ્યાપી બંધની ઘોષણા કરવામાં આવી હતી. કામકારનાર મજૂરો ને તેમના વતન માં પરપ્રાંતિય મજૂરો અને તેમના પરિવારોને લઇ
જવા માટે ધીરે ધીરે, શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનો શરૂ કરવામાં આવી.બાદમાં, મુસાફરોની સુવિધા માટે,
ભારતીય રેલ્વે દ્વારા પેસેન્જર ટ્રેન સેવાઓ તબક્કાવાર રીતે પુનર્સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં
આવ્યો હતો. હાલમાં, 230 વિશેષ ટ્રેનો મુસાફરો માટે દોડી રહી છે, જ્યારે અન્ય તમામ
નિયમિત ટ્રેનોની સેવાઓ રદ કરવામાં આવી છે. નિયમિત ટ્રેનો માટે, આઈઆરસીટીસી
વેબસાઇટ દ્વારા બુક કરાયેલ ટિકિટ ઓનલાઇન રદ કરવામાં આવી હતી અને તે મુજબ
મુસાફરોના ખાતામાં જમા કરવામાં આવી હતી, જ્યારે જે મુસાફરોએ પીઆરએસ કાઉન્ટરો દ્વારા
તેમની ટિકિટ બુક કરાવી હતી, તેમના માટે પસંદ કરેલા નામાંકિત સ્ટેશનો પર ટિકિટોનું
કેન્સલેશન તથા 27 મે, 2020 થી બુકિંગ માટે PRS કાઉન્ટર્સ ખોલવામાં આવ્યા હતા.
મુસાફરોને કોઈપણ રદ ચાર્જ વિના સંપૂર્ણ રિફંડ આપવામાં આવી રહ્યું છે. ટિકિટ રદ થવાને
કારણે, 1 માર્ચ, 2020 થી 29 ઓગસ્ટ, 2020 સુધી, પશ્ચિમ રેલ્વેએ 421.04 કરોડ રૂપિયા ની
રકમ રિફંડ ના તોર પર પરત કરવાની ખાતરી આપી છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, કોરોના વાયરસને કારણેપશ્ચિમ રેલ્વે પર પેસેન્જરની કુલ આવકનું લગભગ 2350 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેમાંપરા વિભાગ માટે 355 કરોડ રૂપિયાનું નુકસાન અને નોન-પરા વિભાગ માટે 1995 કરોડરૂપિયાનું નુકસાન શામેલ છે.કોરોના સમયગાળામાં રેલ્વેને થતી આવકમાં મોટા પ્રમાણમાં ખોટહોવા છતાં, તેમને મુસાફરોની સમસ્યાઓનો સંપૂર્ણ ઉપયોગ કરીને સંપૂર્ણ રિફંડ આપવામાં આવ્યુંછે.ઉલ્લેખનીય છે કે આ રિફંડ રકમમાં એકલા મુંબઇ ડિવિઝને આશરે રૂ .203 કરોડનું રિફંડસુનિશ્ચિત કર્યું છે.અત્યાર સુધીમાં 65 લાખ મુસાફરોએ આખી પશ્ચિમ રેલ્વે પર તેમની ટિકિટ રદકરી છે અને તે મુજબ તેમની રિફંડની રકમ પ્રાપ્ત થઈ છે.

પશ્ચિમ રેલ્વે દ્વારા માલ અને પાર્સલ ટ્રેનો દ્વારા આવશ્યક ચીજવસ્તુઓની પરિવહન

23 માર્ચ 2020 થી 29 ઓગસ્ટ 2020 સુધી, પશ્ચિમ રેલ્વેએ 503 પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા
1.10 લાખ ટન સામગ્રીનું પરિવહન કર્યું છે. જેમાં કૃષિ પેદાશોની દવાઓ, દૂધ, અનાજ,
ખાદ્યતેલો વગેરે શામેલ છે. જેનાથી 36.28 કરોડ રૂપિયા ની આવક થઈ છે.આ સમયગાળા
દરમિયાન, 81 મિલ્ક સ્પેશ્યિલ ટ્રેનો પશ્ચિમ રેલ્વે દ્વારા દોડાવવામાં આવી હતી, જેમાં 61500.00
ટનથી વધુનો ભાર હતો. આજ પ્રકારે, લગભગ 36700 ટન થી વધુ ભારવાળી 392 કોવિદ-19
વિશેષ પાર્સલ ટ્રેનો પણ વિવિધ આવશ્યક ચીજવસ્તુઓનાં પરિવહન માટે દોડાવવામાં આવી
હતી.આ સિવાય, આશરે 100% ક્ષમતાવાળા 12,800 ટન થી વધુ ભારવાળી 30 ઇન્ડેન્ટેડ રેક્સ
પણ ચલાવવામાં આવ્યા હતા. લોકડાઉન દરમિયાન, વેસ્ટર્ન રેલ્વેએ 22 માર્ચ, 2020 થી 29
ઓગસ્ટ, 2020 સુધીમાં માલ ગાડીઓના 13,353 રેક લોડ કર્યા, જેમાં 27.78 મિલિયન ટન
આવશ્યક ચીજવસ્તુઓ લોડ થઈ. કુલ 26,269 ગુડ્ઝ ટ્રેનોને અન્ય ઝોનલ ટ્રેનો સાથે બદલી
કરવામાં આવી હતી, જેમાંથી 13,127 ટ્રેનો સોંપવામાં આવી હતી અને 13,142 ટ્રેનોને પશ્ચિમ
રેલ્વેના વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ તરફ લઇ જવામાં આવી હતી. ઓગસ્ટ 30, 2020 ના રોજ,
પાર્સલ વિશેષ ઓખાથી ન્યુ ગુવાહાટી તરફ પ્રયાણ કર્યું.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી,
પશ્ચિમ રેલવે, અમદાવાદ