tifin seva deesa 2

Tiffin seva: ડીસા માં યુવા સંગઠન દ્વારા ટિફિન સેવા શરૂ કરાઇ..

Tiffin seva:ડીસા માં માળી સમાજ યુવા સંગઠન દ્વારા દર્દીઓ અને દર્દીના સગાઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરાઇ.જેમાં વિવિધ સમાજ માં લોકોનો સહયોગ મળ્યો હતો.

Whatsapp Join Banner Guj

અહેવાલ: ભરત સુંદેશા
બનાસકાંઠા, ૨૫ એપ્રિલ:
Tiffin seva: ઉત્તર ગુજરાત નું મેડિકલ જોન ગણાતા ડીસા માં કોરોના પીડિત દર્દીઓ બનાસકાંઠા સહિત રાજસ્થાન માંથી આવી રહ્યા છે ત્યારે જનતા કરફ્યુ ના કારણે દર્દીઓને ખાવા ની ખૂબજ તકલીફ પડી રહી હતી જેથી માળી સમાજ યુવા ગ્રુપ દ્વારા ટિફિન સેવા કરવાનું આયોજન કરતા વિવિધ સમાજ ના લોકો અને માળી સમાજ ના સહયોગ થી ટિફિન સેવા સરૂ કરવામાં આવેલ.જેમાં દર્દી અને તેના સગા ને પૌષ્ટિક આહાર મળી રહે તેવું તાજું ભોજન ટીફિન મારફત હોસ્પિટલ સુધી આપવાની વ્યવસ્થા કરવા આવેલ.

tiffin seva, deesa

આ બાબતે આયોજક ભરત સુંદેશા એ જણાવ્યું હતું કે દર્દીઓ અને સગાઓ ને જમવાની તકલીફ પડી રહી હતી તે જાણી ને અમો માળી સમાજના યુવાનો એ ટિફિન (tiffin seva)બનાવવાનું નક્કી કરેલ અને દર્દીઓ અને તેના સગાઓ ને હોસ્પિટલમાં ટિફિન આપી તેમને મદદરૂપ થઇ રહ્યા છીએ .

ADVT Dental Titanium

ડીસા માં હાલ કોરોના સમયે જનતા કરફ્યુ પણ ચાર દિવસ છે અને ડીસા સજ્જડ બંધ છે ત્યારે દર્દીઓ અને તેના સગા ને જમવાની તકલીફ નિવારવા માળી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો…NO entry in Surat: કોરોનાને અટકાવવા સુરત મનપાએ લીધો મોટો નિર્ણય, આ લક્ષણ ધરાવતી વ્યક્તિને શહેરમાં પ્રવેશ પર લગાવી રોક