shamsher singh CP VDR

Police Commissioner: પોલીસ કમિશનરએ ઘર સારવાર હેઠળના ૧૧૨ પોલીસ જવાનો ના ખબર અંતર પૂછવા વિડિયો કોલીંગ કર્યું

સુકાનીની સારપ: શહેર પોલીસ કમિશનરએ (Police Commissioner) ઘર સારવાર હેઠળના ૧૧૨ પોલીસ જવાનો ના ખબર અંતર પૂછવા વિડિયો કોલીંગ કર્યું

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૨૫ એપ્રિલ:
Police Commissioner: વડોદરા શહેર પોલીસ કમિશનર એટલે શહેર પોલીસ દળના સુકાની. તેમને વડીલોચિત કર્તવ્ય અદા કરતા વિડિયો કોલિંગના માધ્યમ થી કોરોનાની ઘર સારવાર હેઠળના ૧૧૨ પોલીસ જવાનોના ખબર અંતર પૂછી એમને પ્રોત્સાહિત કર્યા હતા.

Whatsapp Join Banner Guj

એવું કહેવાય છે કે મોખરે રહીને નેતૃત્વ કરે એ સાચો નેતા.શહેર પોલીસ કમિશનર (Police Commissioner) શમશેરસિંહે એ કહેવતને પુરવાર કરતાં આ જવાનોની તબિયતના હાલચાલ પૂછ્યા હતા. તેની સાથે આ જવાનોને જરૂરિયાતના કોઈપણ સંજોગોમાં પોતાના ઉપરી પોલીસ અધિકારીઓનો અચકાયા વગર સંપર્ક કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

ADVT Dental Titanium

તેમનું આ પ્રેરક સૌજન્ય સારવાર હેઠળના જવાનો માટે ઉત્સાહવર્ધક બની રહેશે.

આ પણ વાંચો…NO entry in Surat: કોરોનાને અટકાવવા સુરત મનપાએ લીધો મોટો નિર્ણય, આ લક્ષણ ધરાવતી વ્યક્તિને શહેરમાં પ્રવેશ પર લગાવી રોક