Vegetable shop

ફળ-શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા રાજ્ય સરકાર કટિબધ્ધ

i-khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી જિલ્લાની મદદનીશ/નાયબ બાગાયત નિયામક કચેરી ખાતેથી છત્રી/શેડ કવર મેળવી શકાશે

Vegetable shop

રિપોર્ટ:દિલીપ ગજ્જર, માહિતી વિભાગ, ગાંધીનગર

ગાંધીનગર, ૧૦ જુલાઈ ૨૦૨૦
ફળ-શાકભાજીનો થતો બગાડ અટકાવવા માટે નાના વેચાણકારોને વિના મૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા અમલી બનાવેલી યોજના અંતર્ગત નાના વેપારીઓને છત્રી/શેડ આપવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. રોડની સાઇડમાં ઉભા રહી ફળ-શાકભાજી કે ફૂલપાકોનું વેચાણ કરતા લારીધારક ફેરીયાઓને બાગાયત ખાતા દ્વારા વિના મૂલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવશે.
આ યોજના અંતર્ગત કુટુંબ દીઠ પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ i-khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કર્યા બાદ તે અરજીની નકલ તથા રેશન કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ અને જે તે સેજાના ગ્રામ સેવકનો ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો સહિતના જરૂરી સાધનિક પુરાવાઓ સાથેની અરજી સંબંધીત જીલ્લાની મદદનીશ/નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે રજુ કરવાની રહેશે. રાજ્યના ખેડૂતો અને નાના વેચાણકારોને આ યોજનાનો મહત્તમ લાભ લેવા ગુજરાત રાજ્યના બાગાયત નિયામકે અનુરોધ કર્યો છે.