Poonam Madam 2

જામનગરની સામૂહિક દુષ્કર્મ ની ઘટના ને જીલ્લા ના સાંસદ દ્વારા વખોડી કઢાઇ

Rape accused JMC 3

આરોપીઓ સામે સખત કાર્યવાહી કરી પીડિતાને ન્યાય અપાવવા ભારપૂર્વકની તંત્રને ભલામણ

Poonam Madam 2

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૪ ઓક્ટોબર: જામનગર શહેરમાં યાદવ નગર વિસ્તારના સામૂહિક દુષ્કર્મ ની ઘટના બની છે જેને લઇને શહેર-જીલ્લામા ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ઉપરોક્ત ઘટનાને લઇને જામનગર જિલ્લાના સંસદ સભ્યએ દુઃખ ની લાગણી વ્યક્ત કરી છે, અને પીડિતા ને ન્યાય અપાવવા તેમજ નરાધમો સામે સખત કાર્યવાહી કરવા માટે વહીવટીતંત્ર સમક્ષ ભલામણ કરી છે.

Banner Ad Space 03

જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં ૧૭ વર્ષની સગીરા પર ગેંગરેપ આચરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવ્યા પછી જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે, અને સામૂહિક દુષ્કર્મની ઘટના ને વખોડી કાઢી છે. તેમજ આવું કૃત્ય આચરનાર અપરાધીઓ સામે દાખલારૂપ પગલાઓ લઇ આવી ઘટના ભવિષ્યમાં ફરીથી ન બને, તે દિશામાં કડકમા કડક પગલાં ભરવા માટેની વહીવટીતંત્ર સમક્ષ માગણી કરી, પીડિતાના પરિવારને તાત્કાલિક ન્યાય મળે તેવી પણ ભારપૂર્વકની લાગણી વ્યક્ત કરી છે.

loading…