JMC Teachers day 3

જામનગરમાં શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન દ્વારા શિક્ષકદિન ઉજવાયો

JMC Teachers day 4 edited

સાંસદ પૂનમબેન અને ધારાસભ્ય રાઘવજીભાઇના હસ્તે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને સન્માનીત કરાયા

અહેવાલ: જગત રાવલ , જામનગર

૦૫ સપ્ટેમ્બર,જામનગર:ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિપર પ્રતિવર્ષ ઉજવાતા શિક્ષકદિનની આજે પણ ઉજવણી કરવામાં આવી હતી, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, ભારત રત્ન એવોર્ડથી સન્માનીત, તત્વજ્ઞાની અને મહાનશિક્ષણ શાસ્ત્રી ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ પર તેમની યાદમાં શિક્ષકદિન ઉજવવામાં આવે છે જામનગરમાં પણ આજે નેશનલ હાઇસ્કુલમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરી શિક્ષકદિન ઉજવાયો હતો.

જામનગર જિલ્લા શિક્ષણાધીકારી કચેરી દ્વારા શિક્ષકદિન ઉપર તાલુકા અને જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનીત કરવાનો સમારંભ નેશનલ હાઇસ્કુલમાં યોજવામાં આવ્યો હતો

જેમાં સંસદસભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ શહેર ભાજપ પ્રમુખ અને નગરપ્રાથમિક શિક્ષણ સીમતિના પૂર્વ ચેરમેન હસમુખભાઇ હિંડોચા, નેશનલ હાઇસ્કુલના બીપીનભાઇ ઝવેરી, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા નાયબ અધિકારી બીનાબેન દવે વિગેરે હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનીત કરવામાં આવ્યા હતા. કોરોના મહામારીને કારણે કોવિડ-19ની આચાર સંહીતાનો કાર્યક્રમમાં ચુસ્ત અમલ કરવામાં આવ્યો હતો.