Surat oxygen plant

સુરત સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય માટે બીજી ઓક્સિજન લિક્વિડ ટેન્ક મુકાઈ

Surat oxygen plant

૧૭૦૦૦ લિટરની ઓકિસજન ટેન્કથી મોટી રાહત થશેઃ તંત્ર દ્વારા ઝડપી વ્યવસ્થા

સુરત,શુક્રવાર: કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે સુરતમાં કોરોના સંક્રમણને રોકવા આયોજનબધ્ધ પગલાઓ લેવાયા છે. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીની સારવાર માટે તમામ સાધન સુવિધા પુરી પાડવા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓ અને રાજય સરકારના ખાસ ફરજ પરના ઉચ્ચ અધીકારીઓ રાત-દિવસની મહેનત થકી કોરોના નિયંત્રણ માટેના અસરકારક પગલા લઈ રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓને સામાન્ય રીતે શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાતી હોય છે. નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોરોના સંક્રમિત દર્દીઓના બેડ સુધી ઓકિસજન મળી રહે તે માટે નવી સ્ટેમસેલ બિલ્ડીંગ ખાતે બીજી ૧૭૦૦૦ લિટર લિકિવડ ઓકિસજન ટેન્કની ક્ષમતા ધરાવતી આધુનિક ઓકિસજન ટેંક ઉભી કરવામાં આવી છે. અગાઉ પર ૧૩૦૦૦ લિટર લિકિવડ ઓકિસજન ટેન્કની સુવિધા કરવામાં આવી હતી.

Surat oxygen plant 2

સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સ્ટેમસેલ બિલ્ડીંગની સામે બીજી ઓકિસજન ટેન્ક ઉભી કરવામાં આવી છે. જેનાથી દર્દી અને પ્રશાસનને પણ મોટી રાહત થશે. ૧૭૦૦૦ લીટરની ક્ષમતા ધરાવતી આ ઓકિસજન ટેન્ક થકી કોવિડ વોર્ડના દર્દીઓને ઓકિસજનની સુવિધામાં વધારો થશે. આ ટેન્ક આગામી બે-ત્રણ દિવસમાં કાર્યરત થઈ જશે.

ખાસ ફરજ પરના અધિકારીઓ મિલિંદ તોરવણે, મહેન્દ્ર પટેલના નિરીક્ષણ હેઠળ કોરોના દર્દીઓને મુશ્કેલીઓ ના પડે તે માટે આરોગ્ય વિભાગ નવી સિવિલ હોસ્પિટલના તંત્ર સાથે સતત સંકલનમાં રહી માર્ગદર્શન આપી રહ્યા છે.

રિપોર્ટ:પરેશ ટાપણીયા,સુરત

***********