અમદાવાદ થી ભુવનેશ્વર જવાવાળી સ્પેશિયલ ટ્રેનો હવે પુરી સ્ટેશન સુધી જશે

અમદાવાદ, ઓખા અને ગાંધીધામ થી ખુર્દા રોડ તથા અમદાવાદ થી ભુવનેશ્વર જવાવાળી સ્પેશિયલ ટ્રેનો હવે પુરી સ્ટેશન સુધી જશે

Train

અમદાવાદ, ૨૮ સપ્ટેમ્બર:પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 02844/02843 અમદાવાદ- ખુર્દા રોડ – અમદાવાદ, ટ્રેન સંખ્યા 08406/08405 અમદાવાદ- -ભુવનેશ્વર-અમદાવાદ, ટ્રેન સંખ્યા 08402/08401 ઓખા-ખુર્દા રોડ-ઓખા અને ટ્રેન સંખ્યા 02973-02974 ગાંધીધામ-ખુર્દા રોડ-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેનો હવે પુરી સ્ટેશન સુધી જશે.

  • ટ્રેન નંબર 02844 અમદાવાદ- ખુર્દા રોડ સુપર ફાસ્ટ સ્પેશિયલ 01 ઓક્ટોબર 2020 ના રોજ સાંજે 18.40 વાગ્યે અમદાવાદ થી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 08.55 વાગ્યે પુરી પહોંચશે . વાપસી માં ટ્રેન નંબર 02843 ખુર્દા રોડ – અમદાવાદ સ્પેશિયલ પુરી થી 01 ઓક્ટોબર 2020 ના રોજ સાંજે 17.30 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 07.25 વાગ્યે અમદાવાદ પહોંચશે.
  • ટ્રેન નંબર 08406 અમદાવાદ-ભુવનેશ્વર સ્પેશિયલ તારીખ 02 ઓક્ટોબર 2020 થી સાંજે 18.40 વાગ્યે અમદાવાદ થી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 08.10 વાગ્યે પુરી પહોંચશે. વાપસી માં ટ્રેન નંબર 08405 ભુવનેશ્વર-અમદાવાદ સ્પેશિયલ 30 સપ્ટેમ્બર 2020 ના રોજ 18.20 વાગ્યે પુરી થી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 07.25 વાગ્યે અમદાવાદ પહોંચશે. અગાઉ જાહેર કરેલા સ્ટોપેજ સિવાય આ બંને ટ્રેનો ને ખુર્દા રોડ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે
  • ટ્રેન નંબર 08402 ઓખા-ખુર્દા રોડ સ્પેશિયલ 07 ઓક્ટોબર 2020 ના રોજ સવારે 08.30 વાગ્યે ઓખા થી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 10.20 વાગ્યે પુરી પહોંચશે. વાપસી માં ટ્રેન નંબર 08401 ખુર્દા રોડ-ઓખા સ્પેશિયલ પુરી થી 04 ઓક્ટોબર 2020 ના રોજ 09.25 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે બપોરે 13.50 વાગ્યે ઓખા પહોંચશે.
  • ટ્રેન નંબર 02973 ગાંધીધામ- ખુર્દા રોડ સુપર ફાસ્ટ સ્પેશ્યલ તારીખ 30 સપ્ટેમ્બર, 2020 થી રાત્રે 23.00 વાગ્યે ગાંધીધામ થી ઉપડશે અને ત્રીજા દિવસે સાંજે 19.00 વાગ્યે પુરી પહોંચશે. વાપસીમાં ટ્રેન નંબર 02874 ખુર્દા રોડ-ગાંધીધામ સુપર ફાસ્ટ સ્પેશ્યલ પુરી થી 03 ઓક્ટોબર 2020 થી રોજ સવારે 10.30 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 06.40 વાગ્યે ગાંધીધામ પહોંચશે.
loading…