અમદાવાદ મંડળ દ્વારા કોરોના મહામારી દરમિયાન યાત્રીઓ ની સુવિધા માટે કેટલાક ઉલ્લેખનીય ઉપાય કરવામાં આવ્યા – શ્રી દિપક ઝા
અમદાવાદ,૨૫ ઓગસ્ટ:વર્તમાન માં એક બાજુ જ્યાં આખું વિશ્વ કોરોના મહામારી ના વૈશ્વિક સંકટ થી જજુમી રહ્યું છે ત્યાં ભારતીય રેલ દ્વારા આ સમયે યાત્રીઓ ની સુરક્ષિત યાત્રા માટે કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. અમદાવાદ મંડળ દ્વારા પણ રેલ્વે સ્ટાફ અને એમના પરિજન તથા યાત્રીઓની સુરક્ષા માટે ઘણા ઉપાયો કરવામાં આવ્યા છે .મંડળ ના ગાંધીધામ, મહેસાણા, પાલનપુર,વિરમગામ, સાબરમતી ,અમદાવાદ ,સહીત બધી જ ઓફિસ, રિઝર્વેશન સેન્ટર્સ પબ્લિક ડીલિંગ જગ્યાઓ પર હેન્ડ સૅનેટાઇઝિંગ મશીન લગાવામાં આવ્યા છે . ટિકિટ ચેકીંગ બુથ અને આરક્ષણ કાર્યાલયો પર ટૂ વે સ્પીકર્સ લગાવવામાં આવ્યા છે, કારણ કે ફ્રન્ટ લાઈન સ્ટાફ ને આ સંક્રમણ થી સુરક્ષિત રાખવામાં આવી શકે તથા તેમને ફેશ શિલ્ડ, પ્રિર્વેટિવ કીટ જેવા N-95 માસ્ક, હેન્ડ ગ્લોવ્ઝ, સૅનેટાઇઝર વગેરે ઉપલબ્ધ કરાવામાં આવ્યા છે. બધા જ રેલવે સ્ટાફ ને બે રાઉન્ડ માં આયુર્વેદિક અને હોમીઓપેથીક દવાઓ વિતરણ કરવામાં આવી.
શ્રી ઝા એ જણાવ્યું કે લોકડાઉન ના પેહલા જ દિવસે અમદાવાદ સ્ટેશન પર મોટી સંખ્યા માં યાત્રીઓ ફસાયેલા હતા અને પબ્લિક ટ્રાસન્પોર્ટ બંધ હોવાથી પોતાના ઘરે પહોંચી શકતા ન હતા.સંકટ ના સમય માં મંડળ પ્રશાસન દ્વારા તરત જ નિર્ણય લેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંપર્ક કરી એમના ઘર સુધી પહોંચાડવા માટે નિ:શુલ્ક સુવિધા પ્રદાન કરી તથા આ ઓપરેશન ત્યા સુધી ચાલવામાં આવ્યું જ્યાં સુધી અંતિમ યાત્રી સ્ટેશન થી તેના ઘરે પરત ના પહોંચ્યો. લોકડાઉનમાં કુલીઓ, કોન્ટ્રાક્ટ, લેબર, બેઘર તથા ઝુપડપટ્ટીવાળા વ્યક્તિઓ ને ડીઆરએમ બેનેવેલેન્ટ ફંડ ના માધ્યમ થી અધિકારીઓ અને રેલકર્મિયો ના આર્થિક સહયોગ થી ફંડ એકઠું કરીને પુરા મંડળ પર જરૂરતમંદ લોકોને 3200 રેશનિંગ કીટ નું વિતરણ કરવામાં આવ્યું. આ દરમિયાન ગવર્મેન્ટ અથોરીટી ની સાથે મળીને સ્ટાફ ને કોરોના થી સુરક્ષિત રાખતા એમના સહયોગ થી આવશ્યકતા અનુસાર 2.75 લાખ ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું જેમાંથી 1.70 લાખ ફૂડ પેકેટ ડીઆરએમ બેનેવેલેન્ટ ફંડ થી આપવામાં આવ્યા.

તેમના અનુસાર આ દરમિયાન નિર્વિધ્ન રૂપે મંડળ થી 260 શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો નું સંચાલન કરવામાં આવ્યું. જેનાથી 3.81 લાખ યાત્રીઓ ને એમના ઘરે પહોંચાડવામાં મદદ મળી તથા મંડળ ને 24.87 કરોડ રૂ ના રાજસ્વ ની પ્રાપ્તિ થઇ હતી એમાંથી સર્વાધિક 140 ટ્રેનો અમદાવાદ સ્ટેશન થી રવાના કરવામાં આવી જે આખા ગુજરાત માં દ્વિતીય સ્થાન પર છે. આ નોંધપાત્રઉપલબ્ધીઓ માટે ગુજરાત ના માનનીય મુખ્ય મંત્રીજી દ્વારા મંડળ ને પ્રશાસન ને સ્મૃતિ ચિન્હ તથા પ્રમાણ પત્ર આપીને સન્માનિત પણ કર્યા. મંડળ ના રેલ કર્મચારીઓ એ પણ આ દરમિયાન મુસાફરો નો હૃદય પૂર્વક મદદ નું અભિયાન ચલાવ્યું જેમાં મહેસાણા ના મુખ્ય ટિકિટ નિરીક્ષક શ્રી બળવંતસિંહ રાઠોડે લોકડાઉન દરમ્યાન નિ: શુલ્ક ફૂડ પેકેટની સુવિધા આપી હતી. જ્યાં મહેસાણાના મુખ્ય ટિકિટ નિરીક્ષક શ્રી ગોપાલ અને વિરમગામના શ્રી ભરત ગોહિલે જરૂરીયાતમંદ મુસાફરોને ચપ્પલ આપીને મદદ કરી હતી.
યાત્રી હિત માં કરવામાં આવેલા નોંધપાત્ર કાર્ય
- અમદાવાદ સ્ટેશન પર થર્મલ સ્કેનીંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં ઇન્ફ્રારેડ કેમેરા થી હેન્ડ ફ્રી થર્મલ સ્કેનર દ્વારા રેલ્વે કર્મચારીઓને સુરક્ષિત રાખવામાં મદદ કરી હતી. આના દ્વારા ઘણા મુસાફરો ની એક સાથે તાપમાન ની તપાસ કરવામાં મદદ મળી.
- બેગેજ સેનિટાઇઝિંગ અને રેપિંગ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે, જે ભારતીય રેલ્વેની પ્રથમ સુવિધા છે. જે ફક્ત અમદાવાદ સ્ટેશન પર ઉપલબ્ધ છે.
- પશ્ચિમ રેલ્વે નું પ્રથમ માસ્ક અને સેનિટાઈઝિંગ વેંડિંગ મશીન લગાવવામાં આવ્યું .
- મંડળ કાર્યાલય ખાતે વારંવાર દિવ્યાંગજનો ને આવવાની અસુવિધા થી બચાવવા માટે રેલ્વે દિવ્યાંગ સારથી એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી. જેમાં તેમને ફક્ત એક જ વાર આવવું પડશે. અમદાવાદ મંડળ પશ્ચિમ રેલ્વે નું પ્રથમ મંડળ છે જ્યાં આ સુવિધા ઉપલબ્ધ છે.
- લોકડાઉન અવધિ માં મંડળ દ્વારા ભારતીય રેલ ની 35% તથા પશ્ચિમ રેલ્વે ની 85% માલ ભાડા નું રાજસ્વ પ્રાપ્ત કરીને નોંધપાત્ર ઉપલબ્ધીઓ હાસિલ કરી તેમજ 280 કોવિડ 19 પાર્સલ સ્પેશ્યલ ટ્રેનો નું પણ સંચાલન કરવામાં આવ્યું. જેનાથી મંડળ ને 9.85 કરોડ રૂપિયા નું રાજસ્વ પ્રાપ્ત થયું .
- મંડળ દ્વારા આ અવધિ માં 3.79 કરોડ લીટર દૂધ નું પાલનપુર થી હિન્દ ટર્મિનલ (પલવલ) માટે પરિવહન કરવામાં આવ્યું. જેનાથી લોકડાઉંન સમય માં દૂધ ના પુરવઠા માટે નિર્વિધ્ન આપૂર્તિ માટે મદદ મળી આ દરમ્યાન પુરા ભારતીય રેલ્વે ની 51 સર્વાધિક દૂધ સ્પેશલ ટ્રેનો મંડળ દ્વારા ચલાવવામાં આવી.
- 08 ઓગસ્ટ 2020 ના રોજ કાંકરિયા થી બાંગ્લાદેશ માટે જનરલ ગુડ્ઝ નું પરિવહન કરવામાં આવ્યું જે મંડળ દ્વારા કરવામાં આવેલ પ્રથમ સફળ પ્રયાસ છે.
- વિપત્તિ ને અવસર માં બદલીને મંડળે માલગાડીઓ ની ઝડપ ને 23 KMPH થી બે ગણી વધારી ને 46 KMPH કરવામાં સફળતા પ્રાપ્ત કરી.
- 30 માર્ચે 2020 થી ટાઈમ ટેબલ્ડ પાર્સલ ટ્રેનો શરૂ કરવામાં આવી.
- રેલ ટ્રાન્સપોર્ટ માટે ગુડ્ઝ ટેરિફ ને આસાન તથા આકર્ષક બનાવવા માં આવ્યા.
- 14 ગુડ્સ શેડ ને અત્યાધુનિક સુવિધા સંપન્ન તથા ઉન્નત બનાવવા ના પ્રયાસ ચાલુ કરવામાં આવ્યા તથા આ સમય દરમિયાન ડેમરેજ અને વાર્ફેજ માફ કરવામાં આવ્યા.
- મીની રેક અને ટૂ પોઇન્ટ રેક માટે વર્તમાન જોગવાઈઓ વધુ સરળ અને સુવિધા યુક્ત બનાવવામાં આવી તથા બધા ગુડ્સ શેડ પ્રાઈવેટ ફ્રેટ ટર્મિનલો તથા પ્રાઈવેટ સાઈડીંગ ને પાર્સલ ટ્રાફિક માટે ખોલવામાં આવ્યું.

શ્રી ઝા એ જણાવ્યું કે આ દરમિયાન ડિવિઝન દ્વારા 5027 રેક દ્વારા 9.43 MMT માલ નું પરિવહન કરી 1292 કરોડ રૂ. નું રાજસ્વ પ્રાપ્ત કર્યું. નવા રાજસ્વ ની શક્યતાને શોધવા માટે ડિવિઝન સ્તર પર બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટનું ગઠન કરવામાં આવ્યું છે. તેઓએ અપેક્ષા કરી છે કે ડિવિઝન દ્વારા 5000 કરોડ રૂ. ના રાજસ્વ ના ટાર્ગેટ ને ઝડપ થી પૂરો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેઓ એ જણાવ્યું કે ફ્રેટ ઈન્કવાયરી માટે 139 કસ્ટમર કેર પર સમાધાન ની સુવિધા ઉપલબ્ધ છે. ગુડ્ઝ ટ્રાફિકને સરળ અને સુગમ બનાવવા માટે ઇલેક્ટ્રોનિક રેલવે રીસિપ્ટ ની સુવિધા, રેલ સુગમ એપ, ઈ પેમેન્ટ સુવિધા ની સાથે-સાથે રેક હેતુ ઓન લાઈન ડિમાન્ડ સુવિધા પણ પ્રદાન કરી આપવામાં આવી છે.
મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા ના વેબીનાર ના માધ્યમ થી આયોજીત આ પ્રેસ વાર્તા દરમિયાન વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક શ્રી પવન કુમાર સિંહ તથા વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક શ્રી રવિન્દ્ર શ્રીવાસ્તવ પણ ઉપસ્થિત હતા.
પ્રદીપ શર્મા,જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલવે, અમદાવાદ
