Oxygen BYTE Hetal

રાજકોટ સિવિલ હોસ્પિટલમા ઓક્સીજન વપરાશમાં નોંઘપાત્ર ઘટાડો: એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ

Oxygen BYTE Hetal

હોસ્પિટલનુ ભારણ ઘટવાની સાથે દર્દીઓની તબિયત સુધારા પર એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી હેતલકુમાર ક્યાડાએ આપી જાણકારી

સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ

રાજકોટ,૨૪ સપ્ટેમ્બર: રાજ્ય સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સુદ્રઢ અને આયોજનબદ્ધ પગલાંના કારણે સંક્રમણ ઘટવાની સાથે દર્દીઓના રિકવરી રેટમા સુધારી થયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજન વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જે દર્શાવે છે કે, કોરોના વાયરસ સંક્રમિત ઘણાં દર્દીઓને કૃત્રિમ ઓક્સીજન પર રાખવા પડતા નથી. તેમજ દર્દીઓની તબિયતમાં ઉત્તરોત્તર સુધારાની સાથે દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે.

loading…

સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી હેતલકુમાર ક્યાડા કહે છે કે, દિનપ્રિતિદિન પરિસ્થિતિમાં સુધારો થતા હોસ્પિટલનુ ભારણ ઘટવાની સાથે ઓક્સીજનના વપરાશમાં પણ નોંત્રપાત્ર ઘટાડો થયો છે. સિવિલ હોસ્પિટલમાં તા.૧૦ સપ્ટેમ્બરની આસપાસ ઓક્સીજનનો વપરાશ ૨૨ થી ૨૪ હજાર કિલોગ્રામ હતો. જે ઘટીને આજે ૧૪ થી ૧૫ હજાર કિલોગ્રામ સુધી ઘટ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને ખાળવા માટે સામાન્ય લક્ષણો જણાયે વહેલી તકે ટેસ્ટ કરાવવા તેમણે જાહેર જનતાને ખાસ અનુરોધ કર્યો હતો. જેથી સંક્રમિત દર્દીના સામે આવવાથી ઝડપથી સારવારની સાથે સંક્રમણને ફેલાતુ અટકાવી શકાશે.