Shaktisinh Gohil

નાણા મંત્રી પોતાના પી.એ.પી.એસ.ને પસંદ કરવા આત્મનિર્ભર નથી તો બજેટ આત્મનિર્ભર ક્યાંથી હોય? રાજ્યસભામાં (Shaktisinh Gohil) શક્તિસિંહ ગોહિલ

Shaktisinh Gohil

નાણા મંત્રી પોતાના પી.એ.પી.એસ.ને પસંદ કરવા આત્મનિર્ભર નથી તો બજેટ આત્મનિર્ભર ક્યાંથી હોય? રાજ્યસભામાં (Shaktisinh Gohil) શક્તિસિંહ ગોહિલ

યહાં મંત્રીજી બારી બારી કહેતે હે, સચ સુનને કી તૈયારી રખો, મૈ ભી યહ કહેતા હું, ક્યુંકી  સચ સુનને સે મોક્ષ મિલતા હૈ. (Shaktisinh Gohil) રાજ્યસભામાં ખેડૂતો સહીત ગુજરાતના પ્રશ્નોની ધારદાર રજૂઆત

દિલ્લી, ૧૨ ફેબ્રુઆરી: કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટને આત્મતિર્ભર બજેટ ગણાવે છે પરંતુ તે માટે આપણા નાણા મંત્રીશ્રી નિર્મલા સીતારામનજીને દોષ આપતો નથી કારણ કે તેઓ તેમના પી.એ. પી.એસ.ને પણ પસંદ કરવા આત્મનિર્ભર નથી તો બજેટ તો આત્મનિર્ભર ક્યાંથી હોય? એમ શ્રી શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) આજે રાજ્યસભામાં જણાવ્યું હતું.

Whatsapp Join Banner Guj

 આજે રાજ્ય સભામાં કેન્દ્ર સરકારના અંદાજપત્ર વિષે બોલતા ગુજરાતના રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસંહ ગોહિલે (Shaktisinh Gohil) કેન્દ્રના બજેટને ગરીબ,મધ્યમ વર્ગ અને સિનિયર સીટિઝન સાથે એક મોટા છળ સમાન ગણાવતા કહ્યું હતું કે ખાસ કરીને ૬૦ વર્ષની ઉપરના લોકો સિનિયર સીટીઝનની વ્યાખ્યામાં સમાવિષ્ટ હોવા છતાં ૭૫ વર્ષની ઉપરના વરિષ્ઠ નાગરિકોને ટેક્ષનું રીટર્ન ભરવામાંથી મૂક્તિ આપી છે અને તેમાં પણ ઇન્ટરનેટ ઉપર ચીજ વસ્તુના વેપારની જેમ ’ ટર્મ્સ એન્ડ કંડીશન એપ્લાય’ એવી ગર્ભિત જોગવાઇ રાખી છે.  શ્રી ગોહિલે ઉમેર્યું હતું કે જે લોકો આજે સત્તામાં બેઠા છે અને એ જ લોકો અહીં વિરોધ પક્ષમાં બેસતા હતા ત્યારે એવી દુહાઇ દેતા હતા કે આપણો દેશ એક વિકાસ કરી રહેલો દેશ છે લોકોની આવક વધે છે, આવક વેરાનો સ્લેબ ઓછામાં ઓછો રુ.૧૦ લાખ કરવો જોઇએ આજે એ જ લોકોએ આવકવેરામાં કોઇ સ્લેબ વધાર્યો નથી.

 શ્રી શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ગરીબ,મધ્યમ વર્ગ, સરકારી કર્મચારીઓ અને શ્રમિકોને આત્મનિર્ભર બનવાની સુફિયાણી સલાહો આ સરકાર આપે છે અને બીજી તરફ મોટા મોટા મિત્રોને કહે છે ચિંતા ના કરશો હું છું ને !

 અલંગ શિપ બ્રેકીંગ યાર્ડનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું હતું કે આ સરકાર એક તરફ શિપ બ્રેકીંગની ક્ષમતા ડબલ કરવાના ઢોલ પિટે છે પરંતુ પાછલા પાંચ વર્ષની સરેરાશ જોશો તો ખ્યાલ આવશે કે આજે અલંગમાં ૫૫ થી ૭૫ પ્લોટ કાર્યાન્વિત છે તેનું કારણ આ સરકારની નીતિ છે. બહારથી આવતા સ્ક્રેપ ઉપરની ડયુટી શૂન્ય કરો છો જ્યારે શિપ બ્રેકીંગ ઉપર અઢી ટકા ડયુટી લાદો છો. હજારોને સીધી રોજગારી આપતા અલંગના કારણે રીરોલિંગ મિલ સારી  ચાલે છે. તેમણે સ્ટીલ ઓથોરીટી કંટ્રોલના એક ઓર્ડરને ટાંકતા કહ્યું હતું કે આ ઓર્ડર મુજબ અલંગના સ્ટીલનો ઉપયોગ સ્ટીલ બાર બનાવવામાં કરી શકાશે નહીં. તેમણે જણાવ્યું કે ગુણવત્તા ચોક્કસ જળવાવી જોઇએ પરંતુ ૨૦ એમ.એમ.ના બાર બનાવવા માટે મંજૂરી આપવી જોઇએ. આ બજેટના કારણે ઇલેક્ટ્રોનિક સામાન, સુતરાઉ કાપડ, સિલ્ક,પ્લાસ્ટિક, ઉર્જાના સાધનો, બલ્બ, એ.સી.ચામડુ વગેરે મોંઘુ થશે જેનો તેમણે વિરોધ કર્યો હતો.

રાજ્યસભાના સભ્યના નાતે રાજ્યના હિતને જાળવવાની જવાબદારી છે તેની યાદ આપીને શક્તિસિંહે કહ્યું હતું કે રાજ્યને કેન્દ્રની કરની આવકમાંથી હિસ્સો મળતો અટકાવવા ટેક્ષના  બદલે સેસ નાખવાની દરખાસ્ત છે. સેસની આવકમાંથી રાજયોને નિયમોને આધિન કોઇ હિસ્સો આપવા પાત્ર નથી.

તેમણે કહ્યું હતું કે એક તરફ રમતગમતને પ્રોત્સાહન આપવાની વાત થાય છે અને ખેલેગા ભારત, જીતેગા ભારત એવા રુપાળા સૂત્રો આપનાર આ સરકારે રમતગમતના બજેટમાં જ કાપ મૂક્યો છે અને તે પણ નાણા રાજ્ય મંત્રી શ્રી ઠાકૂર ખુદ સ્પોર્ટસમેન હોવા છતાં.

સરકાર કહે છે કે તેના કૃષિ કાયદાઓ કોઇએ સમજવાની તસ્દી લીધી નથી પરંતુ ખેડૂતો આ કાયદાને બરાબર સમજ્યા છે અને એટલે જ તેઓ આંદોલન કરી રહ્યા છે. એમ જણાવી તેમણે કહ્યું હતું કે સરકાર કહે છે કે મંડી બંધ નહી થાય પણ હકીકત એ છે કે એ.પી..એમ.સી. જેની આવક ઉપર નભે છે તેવા ખેડૂતો તેમની પેદાશ મંડી બહાર વેચે તો પણ ખરીદનાર વહેપારી એ.પી.એમ.સી.ને સેસ ભરે છે પરંતુ નવા કાળા કાનૂનથી ખેડૂતો ઓન લાઇન કે અન્ય રીતે પોતાની નિપજ વેચશે તો ખરીદનાર વેપારીએ એ.પી.એમ.સી.ને સેસ ભરવો  પડશે નહી. તો એ.પી.એમ.સી.નું અસ્તિત્વ આપોઆપ મટી જશે. આમ આ કાનૂન તેજ દીમાગી ખેડૂતો બરાબર સમજીને તેના વિરુધ્ધ જંગે ચડ્યા છે.

એમ.એસ.પી.અંગે રહસ્ય સ્ફોટ કરતા શ્રી શક્તિસિહ ગોહિલે (Shaktisinh Gohil) કહ્યું કે શ્રી મનમોહનસિંઘ વડાપ્રધાન હતા ત્યારે શ્રી મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ખેત પેદાશોના લઘુતમ ટેકાના ભાવ સંબંધે વિરોધપક્ષના મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપદે નિમાયેલી સમિતિએ ૨૦૧૧માં આપેલા રીપોર્ટમાં કહેવાયું હતું કે એમ.એસ.પી. માટે કાયદો નહી બને તો તે કિસાનના લાભમાં નહી હોય એટલે એમ.એસ.પી. માટે કાયદો હોવો જોઇએ આજે એ વડાપ્રધાન છે ત્યારે આ વાત ભૂલીને એ રીપોર્ટના પસંદગીના મુદૃાને ઉઠાવીને કોંગ્રેસને બદનામ કરવામાં આવે છે.

તેમણે તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં ભારતે મેળવેલા ઐતિહાસિક વિજયનો ઉલ્લેખ કરી માર્મિક ટકોર કરતા કહયું કે ભારતને જીત તરફ દોરી જનાર એ ટીમમાં જે શ્રેષ્ઠ ચાર હિન્દુસ્તાની ખેલાડીઓ હતા તેમાં એક શીખ, એક મુસ્લીમ,એક હિન્દુ અને એક ઇસાઇ હતા તેઓ એક ટીમ બનીને લડે છે તેને એક બાજુ ટવીટ કરીને અભિનંદન આપે છે અને બીજી તરફ અહીં દીલોને તોડવાના ઝેર ભરવામાં આવે છે, શ્રી ગોહિલની આ વાત સામે ઉહાપોહ કરનારા ટ્રેઝરી બેન્ચના સભ્યોને સંબોધી તેમણે કહયું હતું કે અહીં કહેવામાં આવે છે કે સચ સૂનને કી તૈયારી રખો, મેં ભી યે કહેતા હું,સૂના હૈ કી સચ સૂનને સે મોક્ષ મિલતા હૈ.

આ પણ વાંચો…અમદાવાદથી પસાર થતી કેટલીક સ્પેશિયલ ટ્રેનો (Spl train cancel) રદ રહેશે