જામનગરમાં રક્ષાબંધનનું પર્વ ઉત્સાહભેર ઉજવાયું

બહેનોએ ભાઈઓને રાખડી બાંધીને પોતાની રક્ષા કરવા માટે નો કોલ આપ્યો

રિપોર્ટ: જગત રાવલ: જામનગર શહેરમાં આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, બહેનોએ પોતાના ભાઇઓને રાખડી બાંધી મોઢું મીઠું કરાવ્યું હતું. અને પોતાની રક્ષા કરવા માટે નો કોલ આપ્યો હતો. જ્યારે ભાઈઓ દ્વારા પણ ઉત્સાહ દાખવી ને રક્ષાબંધનની ઉજવણી માં સામેલ થયા હતા. અને બહેનોના આશીર્વાદ મેળવ્યા હતા.


વર્તમાન કોરોનાની મહામારી ને લઈને ઉત્સવમાં ઝાંખપ જોવા મળી હતી. શહેરમાં રાખડી ની દુકાનો પર પણ આ વખતે બહુ ભીડ જોવા મળી ન હતી. રાત્રિના ૮ વાગ્યા પછી દુકાનો બંધ થઇ જતી હોવાથી બહેનોએ વહેલી જ રાખડી લેવાનું પસંદ કર્યું હતું.

પ્રતિવર્ષ રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ મોડી રાત્રી સુધી રાખડી ની દુકાનો ખુલ્લી રહે છે, પરંતુ ગઈકાલે રવિવારે પણ બજારો સૂમસામ જોવા મળતી હતી.