પોરબંદર-શાલીમાર પાર્સલ વિશેષ ટ્રેન હવે ભરૂચ, અંકલેશ્વર અને ગોંડિયા સ્ટેશનો પર રોકાશે

અમદાવાદ, ૦૩ જુલાઈ ૨૦૨૦
કોવિડ -19 મહામારી દરમિયાન પોતાની વિશેષ ટાઈમ ટેબલ્ડ પાર્સલ ટ્રેનો દ્વારા દેશ ના વિભન્ન ભાગો માં દવાઓ, તબીબી સાધનો, ખાદ્ય ચીજ વસ્તુઓ વગેરે દેશના વિવિધ ભાગોમાં સપ્લાય કરવામાં આવે છે. પશ્ચિમ રેલ્વે પોરબંદર-શાલીમાર પાર્સલ વિશેષ ટ્રેન ચલાવી રહી છે, હવે આ ટ્રેનોને બંને દિશામાં ભરૂચ, અંકલેશ્વર અને ગોંડિયા સ્ટેશનો પર પણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
ટ્રેન નંબર 00913 પોરબંદર-શાલીમાર પાર્સલ સ્પેશિયલ ટ્રેન પોરબંદર થી 06, 08, 10, 13, 15, 17, 20, 22, 24, 27, 29 અને 31 જુલાઈ 2020 ના રોજ તથા ટ્રેન નંબર 00914 શાલીમાર-પોરબંદર પાર્સલ સ્પેશિયલ ટ્રેન શાલીમાર થી 05, 08, 10, 12, 15, 17, 19, 22, 24, 26, 29, 31 જુલાઈ અને 02 ઓગસ્ટ, 2020 ના રોજ ચાલશે. આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંડિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા જંકશન, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટા નગર અને ખડગપુર સ્ટેશનો પર રોકાશે.