JMC poona madam meeting

Poonam madam: તાઉ-તે વાવાઝોડા સંદર્ભે જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવી સમીક્ષા કરતાં સાંસદ પૂનમબેન માડમ

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૮ મે:
Poonam madam: તાઉ-તે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક વિભાગોના સંકલનામાં રહી પૂરતી તૈયારીઓ કરવામાં આવેલ છે.જે તૈયારીઓની સમીક્ષા કરવા સાંસદ પૂનમબેન માડમ દ્વારા મોડી રાત્રે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર રવિશંકર,જિલ્લા વિકાસ અધિકારી વીપીન ગર્ગ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવી હતી.તેમજ ઉપસ્થિત રહેલ અધિકારીઓ સાથે સાંસદએ વાવાઝોડાની સ્થિતિ અને તેની તૈયારીઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી તેમજ વાવાઝોડા સંદર્ભે વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની છેવટની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Whatsapp Join Banner Eng

આ બેઠકમાં (poonam madam) પોલીસ અધિક્ષક દીપન ભદ્રન, અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, ડી.આર.ડી.એ. ડાયરેકટર રાયજાદા, નાયબ ચૂંટણી અધિકાર, પ્રાંત અધિકારી, કાર્યપાલક ઈજનેર નાયબ માહિતી નિયામક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…Cyclone In Mumbai: મહારાષ્ટ્રમાં વાવાઝોડા તૌકતેને કારણે ભારે પવન ફૂંકાયો, 6 લોકોના મોત અનેક ઘરોને નુકસાન- વાંચો સંપૂર્ણ અહેવાલ