Mass marriage edited

Panchamrut Mahotsav at Gokuldham-Nar:ગોકુલધામ-નારમાં પંચામૃત મહોત્સવ અનાથ દિકરીઓનો સમૂહ લગ્નોત્સવ

Panchamrut Mahotsav at Gokuldham-Nar:અનાથ દિકરીઓનો સમૂહ લગ્નોત્સવ:દિવ્યાંગોને કૃત્રિમ હાથ પગ ભેટ અપાયા:સિલાઇ મશીન ટ્રાયસિકલ વિતરણ

Panchamrut Mahotsav at Gokuldham-Na

આણંદ, ૦૫ ફેબ્રુઆરી: (Panchamrut Mahotsav at Gokuldham-Nar) ગોકુલધામ-નાર ખાતે શ્રીજી ઐશ્વર્યધામનો તૃતીય પાટોત્સવ અને માતા-પિતા વગરની અનાથ દિકરીઓનો સમૂહલગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. આ અવસરે વિધવા ત્યક્તા બહેનોને સિલાઇ મશીન, દિવ્યાંગોને ટ્રાયસિકલ વિતરણ કરવામાં આવી હતી. તેમજ કપાયેલા હાથ-પગ વાળાને કૃત્રિમ હાથ-પગ બેસાડી આપવામાં આવ્યા હતા. આશીર્વાદ સભામાં સંતો, મહેમાનો અને દાતા પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. પુરાણી સ્વામીએ મંગલ પ્રવચન આપ્યું હતું.સારંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી,વડતાલના કોઠારી સંત વલ્લભ સ્વામીએ નવ દંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા.

Whatsapp Join Banner Guj

આ ​સમારંભમાં વિપુલભાઇ પટેલ, મહેશભાઇ પૂજારા, ભૂપેન્દ્રભાઇ પટેલ, સુનીલભાઇ મહેતાએ ઉદ્દબોધન કર્યું હતું.
દાતા પરિવારનું ફુલ હાર મૂર્તિ અને શાલ આપી સંતોએ સન્માન કર્યું. દાતા પરિવારની મહિલાઓનું સાંખ્યયોગી ગીતાબા-રાધાબાએ સન્માન કર્યું હતું. (Panchamrut Mahotsav at Gokuldham-Nar) ૧૦૩ કપાયેલ હાથ પગ વાળા લાભાર્થીઓને Hi-Tech Prosthetic (કૃત્રિમ હાથ-પગ) વર્જીનીયા બીચ યુ.એસ.એ.ના સહકારથી બેસાડી આપવામાં આવ્યા હતા

Panchamrut Mahotsav at Gokuldham-Nar

Panchamrut Mahotsav at Gokuldham-Nar: પૂ.શુકદેવ સ્વામી તેમજ પૂ.હરિકેશવ સ્વામી, હરિકૃષ્ણ સ્વામી આ વિસ્તારના છેવાડાના માણસની હર હંમેશા સેવા કરતા રહે છે યુવતિઓ માટે પછાત ગામ્ય વિસ્તારમાં ૩,૪૦,૦૦૦ સેનીટરી પેડનું વિતરણ સ્વામી ચેરીટેબલ ટ્રસ્ટના સહકારથી કરવામાં આવ્યું હતું. સૌ દાતા પરિવારને ધન્યવાદ પાઠવ્યા હતા. અંતમાં આભાર દર્શન મનુભાઇ રાઠોડે અને સભા સંચાલન ભાનુભાઇ પટેલે કર્યું હતું.

આ પણ વાંચો…CA killed his wife: જાણીતા CA લલિત માળીએ અન્ય યુવતી સાથે ના સબંધમાં પત્ની નડતા, તેને મોતને ઘાટ ઉતારી