CA killed his wife Deesa

CA killed his wife: જાણીતા CA લલિત માળીએ અન્ય યુવતી સાથે ના સબંધમાં પત્ની નડતા, તેને મોતને ઘાટ ઉતારી

CA killed his wife: ડીસા માં CA એ પોતાની પત્નીને અકસ્માત સર્જી મોત ને ઘાટ ઉતારી..

CA Killed his wife

જાણીતા CA લલિત માળી એ અન્ય યુવતી સાથે ના સબંધ માં પત્ની નડતા કાંટો કાઢ્યો..(CA killed his wife)

બનાસકાંઠા ના ડીસા માં CA દ્વારા પોતાની પત્ની ને અકસ્માત માં મરાવી દીધી હોવાની સમગ્ર ઘટના સામે આવી છે. ભીલડી પોલીસ ની તટસ્થ તપાસ માં સમગ્ર ભેદ ઉકેલાયો હતો અને પોલીસ એ આરોપી CA ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૦૫ ફેબ્રુઆરી:
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 26.12 ના રોજ વહેલી સવારે ડીસાના જાણીતા CA લલિત માળી અને તેમની પત્ની દક્ષાબેન બન્ને ગેળા હનુમાનજી ના દર્શન કરવા પગપાળા જઈ રહ્યા હતા અને કાપરા ગામ પાસે CA લલિત પાછળ પેશાબ કરવા ગયા હતા જે સમયે અજાણી કારે ટક્કર મારતા દક્ષાબેન નું (CA Killed his wife) ઘટનાસ્થળે મોત થયું હતું જે બાબતે ભીલડી પોલીસ મથકે અકસ્માત નો ગુન્હો નોંધાયો હતો અને બાદમાં મૃતક ના પતિ CA લલિત એ ચક્ષુદાન કર્યું હતું

Whatsapp Join Banner Guj

જોકે બાદમાં સમગ્ર ઘટના બાબતે પોલીસ ને શંકા જતા પોલીસ તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક દક્ષા ના નામે આઠ માસ અગાઉ સાઈઠ લાખનો વીમો લેવામાં આવ્યો જતો અને રૂ 17 લાખ ઉપરાંત ની કિંમતની ક્રેટા ગાડી મૃતક ના નામે લાવીને મિત્ર ને આપી હતી જે પોલીસને શંકા જતા ભીલડી પોલીસ એ તપાસ હાથ ધરી હતી અને CA લલિત માળી ની કડક પૂછપરછ કરતા આખરે અકસ્માત માં પોતે પ્લાન ઘડ્યો હોવાની કબૂલાત કરી હતી

જેમાં તેના મિત્ર ને રૂ 2 લાખ આપી સ્વીફ્ટ ગાડીથી ટક્કર મારવાનો પ્લાન ઘડ્યો હતો અને પ્લાન મુજબ CA લલિત માળી પેશાબ કરવા સાઈડ માં ગયેલ ત્યારે તેના મિત્ર એ ટક્કર મારી (CA Killed his wife) નાસી છૂટ્યો હતો અને બાદમાં CA લલિત માળી એ ડીસા 108 મેં ફોન કરી બોલાવેલ અને જે અકસ્માત કરવા સોપારી આપી હતી તે મિત્ર જ દોડી આવ્યો હતો

અને મદદ એ લાગ્યો હતો.આમ સમગ્ર ઘટનાની કબૂલાત કરતા પોલીસ એ હાલ આરોપી CA લલિત માળી ની અટકાયત કરી હતી અને વધુ તપાસ માટે દિયોદર dysp પી એચ ચૌધરી ,ભીલડી પી એસ આઈ અને એફ એસ એલ ની ટિમ આરોપીને ઘટના સ્થળે લઇ જઇ રિટેક્શન કરાવ્યું હતું.અને હવે પોલીસ સ્વીફ્ટ ગાડી અને અન્ય આરોપીઓને ઝડપવા ની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો…Europe to Dahod: ‘શિયાળું વિઝા’ લઇ યુરોપથી છેક દાહોદ આવેલા બતક રેડ ક્રિસ્ટેડ પોચાર્ડ

એક તીરે બે પક્ષી મારવાનો CA નો પ્લાન..

CA લલિત માળી ને અન્ય યુવતી સાથે અફેર હોઈ તેને પામવા માટે નું પત્ની નડતી હોઈ તેને મારી નાખવાનો પ્લાન ઘડ્યો હોઈ શકે અને બીજું 60 લાખનો વીમો લીધેલ હોઈ તે પૈસા મળે અને માલામાલ થઈ જવાના અને ગાડી ના હપ્તા પણ ભરવા ન પડે આમ એક કાંકરે બે પક્ષી મારવાનો પ્લાન હોઈ શકે જોકે CA સાથે અફેર ધરાવતી યુવતી ની પણ તપાસ થવી જોઈએ એક યુવતી ના કારણે એક પતિ પોતાની પત્ની ને મારવા હિંમત કરી હોય ત્યારે આ યુવતી ની પણ ધરપકડ થવી જોઈએ .

CA killed his wife Deesa

CA લલિત માળી એ માસૂમ બાળકોનું ન વિચાર્યું..

CA killed his wife: CA લલિત માળી ને એક પાંચ વર્ષ ની પુત્રી છે અને એક 13 માસનો બાળક છે જે બાળક આજે માં વિના તડપી રહ્યો છે ત્યારે શિક્ષિત CA એ બાળકોનું પણ ન વિચારતા સમગ્ર જિલ્લામાં CA પર ફિટકાર વર્ષી રહ્યો છે. જોકે CA ના પિતા સમાજ માં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને આવા કપૂત પુત્ર ને લીધે પિતા ને પણ આઘાત લાગ્યો છે.

માળી સમાજ માટે બીજી શરમજનક ઘટના

CA killed his wife: ડીસા માં માળી સમાજ એક મોભાદાર સમાજ ગણાય છે ત્યારે આ સમાજ માં છ માસ અગાઉ એક યુવકે સગી ફઈની મૂંગી દીકરી ની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી જે ઘટના બાદ CA દ્વારા પોતાની પત્ની ને અકસ્માત માં મારી નાખતા સમાજ માં આવા તત્વો સામે ફિટકાર વર્ષાવી રહ્યા છે સાથે સમગ્ર જિલ્લામાં સમાજ આજે સરમજનક સ્થિતિ માં મુકાઈ જવા પામ્યો છે સમાજ આજે સોસીયલ મીડિયા માં ફિટકાર વર્ષાવી રહ્યા છે.

આ પણ વાંચો…બનાસકાંઠા (Banaskantha) ના ચંડીસર ગામમાં સરકારી જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ હેઠળ