JMC cogress aavedan

Opposition allegations: જામનગરમાં પ્રી મોન્સૂન કામગીરીમાં ગેરરીતી થતી હોવાનો વિરોધપક્ષ નો આક્ષેપ

Opposition allegations: જામનગર માં શહેર કોંગ્રેસ દ્વારા નબળી પ્રિ મોનસૂન કામગીરી અંગે પગલાં લેવા મ્યુનિસિપલ કમિશનર ને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું

  • આવેદનપત્ર પાઠવી યોગ્ય તપાસ કરવા માંગણી કરી

  અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૦ જૂન:
Opposition allegations: જામનગર શહેર કોંગ્રેસ અને વિરોધ પક્ષ દ્વારા ચોમાસુ નજીક હોય મહાનગર પાલિકા દર વખતની જેમ છેલ્લે છેલ્લે વરસાદી પાણી ના નિકાલ ની કેનાળો સાફ કરવા માટેની કામગીરી શરૂ કરે છે તે અંગે આવેદનપત્ર મ્યુનિસિપલ કમિશનર ને પાઠવાયું હતું.

Whatsapp Join Banner Guj

અને જણાવ્યુ હતું કે (Opposition allegations) જામનગર શહેર માં કેનાલ ની સફાઈ અને પ્રિ મોનસૂન કામગીરી ફકત કાગળ પર જ કરવામાં આવે છે જામનગર મહાનગર પાલિકા દ્વારા આ કામગીરી કુલ રૂપિયા 46 લાખ ના ખર્ચે મંજૂર કરવામાં આવી છે અને અલગ અલગ 10 જગ્યા એ પ્રિ મોનસૂન ની કામગીરી હાલ ચાલુ છે

Opposition allegations, Jamnagar congress

પણ આ કામગીરી માં માત્ર દેખાવ માટે(Opposition allegations) કરવામાં આવતી હોય તેવો આક્ષેપ કરી કોંગ્રેસના અલતાફ ખફી, આનંદ ગોહિલ, રચનાબેન નંદાણીયા, સહારાબેન મકવાણા વિગેરે દ્વારા જવાબદારો સામે યોગ્ય પગલાં લેવા ની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ડે. મ્યુનિસિપલ કમિશનર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

આ પણ વાંચો…અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસ સાસંદસભ્ય Nusrat jahanનો પતિ સાથેના વિવાદ વચ્ચે કર્યો મોટો ખુલાસો- કહ્યું- જ્યારે લગ્ન જ માન્ય નથી તો તલાક કેમ ?