NIMCJ ASCI

NIMCJ ના વિદ્યાર્થીઓ ASCI પાસેથી જાહેરખબર નિર્માણ પ્રક્રિયાની તાલીમ લેશે.

NIMCJ ASCI

                            ઈ-લર્નિંગ પ્રોગ્રામના એમઓયુ થયા.

અમદાવાદ,અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ  માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ).એડવર્ડટાઈઝિંગ સ્ટાન્ડર્ડસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ASCI) સાથે જાહેરખબર નિર્માણ અને માર્કેટિંગ કમ્યુનિકેશનના વિવિધ પાસાઓની તાલીમ આપતા ઈ-લર્નિંગ પ્રોગ્રામના સંદર્ભ એમઓયુ કર્યા છે. એન.આઈ.એમ.સી.જે. ગુજરાતની પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા છે અને ASCI એ જાહેરખબર ઉદ્યોગની એક સ્વાયત  નિમંત્રણ સંસ્થા છે.

આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં ASCIના જાહેરખબર નિષ્ણાતો દ્વારા પ્રેકટીકલ તાલીમ આપવામાં આવશે. ખાસ કરીને જાહેરખબરોમાં નૈતિકતાના ઘોરણો પર વિશેષ ભાર મુકવામાં આવશે. આ અભ્યાસક્રમ પૂરો થયા બાદ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર જારી કરવામાં આવશે.

આ અંગે વિશેષ વિગતો આપતા એન.આઈ.એમ.સી.જે.ના નિયામક ડૉ.શિરીષ કાશીકર અને પ્રોગ્રામ કો.ઓડીનેટર ડૉ.શશીકાંત ભગતે જણાવ્યું હતું કે ગુજરાત વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોનું હબ છે. બધા જ ઉદ્યોગ ધંધાઓને પોતાના ઉત્પાદનો, બ્રાંડ અને સેવાઓનો નૈતિકતાના ધોરણોનું પાલન કરીને જાહેરખબર કરવાનો અધિકાર છે. ગુજરાતમાં જાહેરખબર ક્ષેત્રના વિકાસની ગતીને જોતા આ અભ્યાસક્રમ સમયની માંગ છે.

ASCIના સેક્રેટરી જનરલ શ્વેતા પુરંદરેએ જણાવ્યું હતું કે ગુજરાતની આ પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા સાથે જોડાણ કરવામાં અમે આનંદ અનુભવી રહ્યા છીએ. શિક્ષણ, કૌશલ્યવર્ધન અને જાહેરખબર ક્ષેત્રોમાં કામ કરતા આશાસ્પદ વ્યવસાયિકોને પ્રોત્સાહન આપવું એ ASCIનુ મુખ્ય કાર્ય છે. અને તે સંદર્ભે આ ઈ-લર્નિંગ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. નવા સમયમાં જાહેરખબર ઉદ્યોગને નવી કૌશલ્યવર્ધિત પ્રતિભાઓની વધુ જરૂરીયાત રહેશે , અમે આ જોડાણ થકી એ પૂરી કરવા પ્રયત્ન કરીશું.