Sanitary Napkins 3

પડધરી તાલુકાના ૬૦ ગામમાં ૨૫૦૦થી વધુ સેનેટરી નેપકીનનું વિતરણ કરાયું

Sanitary Napkins

મેન્સ્ટ્રુએશન હાઈજીન અંગે ગ્રામ્ય વિસ્તારની કિશોરીઓમાં જાગૃતિ કેળવવાની ઉમદા પહેલ

આજની કિશોરીઓને કાલની સશક્ત મહિલા બનાવવા આંગણવાડી વર્કર અને આશાબહેનો દ્વારા

અપાઈ રહ્યું છે માસિક ધર્મ અંગેનું શિક્ષણ

Sanitary Napkins 3

રાજકોટ તા. ૧ જુલાઈ – રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વસતી કિશોરીઓમાં મેન્સ્ટ્રુએશન હાઈજીન અંગે જાગૃતિ કેળવવાના આશયથી પડધરી તાલુકા હેલ્થ ઓફિસર ડો. વૈભવ ગોરિયા અને તેમની તબીબ ટીમ દ્વારા એક અનોખી કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરી અન્વયે કિશોરીઓની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે રાજકોટ લાયન્સ મિડટાઉનના
પ્રેસિડન્ટ ડો. મિલન રોકડ અને સેક્રેટરી ડો. કુણાલ પટેલના સંયુકત પ્રયાસથી લાયન્સ કલબ દ્વારા પડધરી તાલુકાના બોડીઘોડી ગામ ખાતે સેનેટરી નેપકીનનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. પડધરી તાલુકાના ૬૦ ગામોમાં આશરે ૨૫૦૦થી વધુ સેનેટરી નેપકીન વિતરણની કામગીરી અંગે વિગતે વાત કરતાં ગ્રામ્ય પ્રાંત અધિકારીશ્રી સરયુબેન ઝંકાતે જણાવ્યું હતું કે, “કિશોરીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે તેનું ભણતર અને ઘડતર થવું આવશ્યક છે, આજના સમયમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી કિશોરીઓ માસિક ધર્મના સમય દરમિયાન ઉદભવતી સમસ્યાઓ અંગે માહિતગાર હોતી નથી. ત્યારે ગ્રામ્ય કક્ષાએ કિશોરીઓને આ વિષય અંગે જાણકારી આપવી જરૂરી છે. જે અન્વયે આંગણવાડી વર્કર અને આશા બહેન દ્વારા ગામની જરૂરીયાતમંદ કિશોરીઓને એકત્રિત કરી લાયન્સ કલબ દ્વારા વિતરીત કરાયેલ સેનેટરી પેડના
ઉપયોગ અને નાશ વિશે જાણકારી આપવામાં આવી તે કિશોરીઓના કલ્યાણ માટેનું આવકારદાયક પગલું છે..”

Sanitary Napkins 2

પડધરી ખાતે મેડીકલ ઓફિસર તરીકે કાર્યરત ડો. ધારા ગઢિયાએ કાર્યક્રમ અંગે છણાવટ કરતાં કહ્યું હતું કે, “૨૮ મે વર્લ્ડ મેન્સ્ટ્રુએશન હાઈજીન દિવસની મહત્તાને ન્યાય આપી શકીએ તે માટે ગ્રામ્ય કક્ષાએ આ વિષય પર પ્રવર્તતી અજ્ઞાનતાને દૂર કરવા કિશોરીઓને માસિક ઘર્મ અંગે જાગૃત કરવી આવશ્યક છે. સ્ત્રીઓમાં આ વિશે પૂરતું જ્ઞાન ન હોવાને કારણે આજે કેન્સર જેવા ઘાતક રોગોનું પ્રમાણ વધ્યું છે. તેથી સેનેટરી નેપકીન્સના ઉપયોગ થકી સ્ત્રીઓ આ પ્રકારની ગંભીર બીમારીઓથી બચી શકે છે.” આ તકે ડો. પ્રતિભા પટેલ, ડો. પ્રફુલ ઠુંમર, તાલુકા સુપરવાઈઝર આર.બી.ગોસાઈ, આંગણવાડી વર્કર, આશા બહેનો અને હેલ્પર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
સંકલન:રાધિકા & પ્રિયંકા,રાજકોટ

૦૦૦૦૦૦૦૦