સગીર વયના યુવક-યુવતી લીવ ઇન રિલેશનશિપમાં રહી શકે છે. જાણો કયાં રાજ્યમાં ?

31 ડિસેમ્બર 2020: પહેલાં આપણાં સમાજમાં લગ્ન વગર સાથે રહેવું ખરાબ બાબત ગણવામાં આવતી હતી. ત્યારબાદ બે વયસ્ક વ્યક્તિ લીવ ઇન માં સાથે રહી શકે છે એવી કાનુની માન્યતા મળી હતી. હવે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કહ્યું છે કે જો લગ્ન કર્યા ન હોય તો પણ દંપતીઓના જીવન અને સ્વતંત્રતાની રક્ષા કરવી જોઈએ. જસ્ટિસ અલકા સરીનની બેંચે કહ્યું હતું કે, દંપતી સાથે રહેવાની સાથે સાથે કાયદાની મર્યાદામાં રહે ત્યાં સુધી એ લોકોને કોઈ જુદા કરી શકે નહીં.
એક કેસમાં સુનાવણી કરતાં ન્યાયાધીશાએ કહ્યું કે, કોઈપણ વ્યક્તિ નક્કી કરી શકે છે કે, વ્યક્તિએ પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઈએ. બંધારણ દરેક વ્યક્તિને જીવનના અધિકારની બાંયધરી આપે છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં કેસની સુનાવણી કરતાં જસ્ટિસે કહ્યું કે, માતા-પિતા બાળકને પોતાની શરતો પર જીવન જીવવા દબાણ કરી શકે નથી.
અદાલત એક દંપતીની અરજીની સુનાવણી કરી રહી હતી, યુવતીએ આરોપ લગાવ્યો હતો કે તેને તેના પરિવાર તરફથી ત્રાસ આપવામાં આવે છે અને ધમકી આપવામાં આવી રહી છે. બંને એક બીજા સાથે લગ્ન કરવા માગે છે, પરંતુ હાલ લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનું પસંદ કર્યું છે. કારણ કે છોકરો સગીર છે. તે જ સમયે, હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો આધાર લઈ કહ્યું કે યુવક સગીર હોય છતાં પોતાની મરજીથી લીવ ઇન રિલેશનશિપમાં રહી શકે છે. કારણકે બંધારણ હેઠળ દરેક વ્યક્તિને જીવનના અધિકારની ખાતરી આપવામાં આવી છે.
આ પણ વાંચો….
- ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું પીએમ મોદીએ કર્યું ઈ-ખાતમૂહૂર્ત
- હવામાન વિભાગની મોટી આગાહીઃ નવા વર્ષની શરૂઆતમાં ઠંડીમાં થશે વધારો, સાથે રાજ્યના અમુક વિસ્તારમાં થશે કમોસમી વરસાદ