જામનગરમાં આજે સવારે ઘટાટોપ વાદળો પછી મેઘરાજાનું ફરીથી આગમાન

જામજોધપુર પંથકના પરડવામાં વધુ ધોધમાર અઢી ઇંચ વરસાદ: ધુનડામાં પણ ત્રણ ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા

Rain

રિપોર્ટ: જગત રાવલ

જામનગર,૧૫ જુલાઈ ૨૦૨૦ જામનગર શહેર માં છેલ્લા બે દિવસના ઉકળાટ ભર્યા વાતાવરણ પછી આજે સવારે આકાશ ઘટાટોપ વાદળોથી ઘેરાયું હતું અને સવાર સવારે દસેક વાગ્યાના અરસામાં ફરી વરસાદનું આગમન શરૂ થઈ ગયું હતું. અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો એકાદ કલાકના સમયગાળા દરમિયાન અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

Rain 3


જામનગર જિલ્લાના જામજોધપુરમા સતત મેઘ વૃષ્ટિ અવિરત ચાલુ રહી છે. અને ખાસ કરીને પરડવા ગામમાં ગઈકાલે પણ વધુ અઢી ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ધૂનડામાં પણ ત્રણેક ઈંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલ મળ્યા છે. ત્યાર પછી લાલપુર તાલુકાના ભણગોર ગામમાં ગઈકાલે બે ઇંચ વરસાદ પડી ગયાના વાવડ મળ્યા છે.
જ્યારે જામનગર તાલુકાના અલીયાબાડા માં ૨૦મીમી, કાલાવડ તાલુકાના ખરેડી ગામ માં ૧૫ મીમી અને નવાગામ તેમજ મોટા પાંચદેવડા માં ૧૦ મીમી વરસાદ પડયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

Rain 4