અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું (Medical Camp) આયોજન કરાયું

Medical camp: આરોગ્ય તપાસની સાથે કોરોના સામે શક્તિવર્ધક ઉકાળા અને સંશમનીવટીનું વિતરણ કરવામાં આવ્યું જિલ્લા પંચાયત કર્મીઓને “રીવર્સ ક્વોરન્ટાઇન કીટ” આપવામાં આવી
અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ , ૨૪ માર્ચ: Medical Camp:અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા પંચાયત (Ahmedabad District Panchayat) કર્મીઓ માટે આરોગ્ય ચકાસણી સર્વરોગ નિદાન કેમ્પનું (Medical Camp) આયોજન કરવામાં આવ્યું હતુ. જિલ્લા પંચાયત કર્મીઓના આરોગ્યની દરકાર કરીને તંત્ર દ્વારા ૭૨ જેટલા બ્લડ ટેસ્ટ જેમાં કિડની ફંકશન, લીવર ફંકશન ટેસ્ટ ,ડાયાબીટિસને લગતા ટેસ્ટ, થાયરોઇડ ટેસ્ટ અને વિવિધ લીક્વીડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ કેમ્પમાં આંખની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.
સર્વરોગ નિદાન કેમ્પમાં (Medical Camp) ૨૨૪ કર્મીઓએ બોડી પ્રોફાઇલ ટેસ્ટ, ૧૫૦ વ્યક્તિઓએ જનરલ તપાસ, ૧૬૬ લોકોએ આંખની તપાસ કરાવી હતી. જિલ્લા પંચાયતમાં આયુષ વિભાગની કચેરી દ્વારા કાર્યરત આયુર્વેદિક વિભાગ દ્વારા કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા પંચાયતના કર્મીઓ માટે આર્યુવેદિક ઉકાળા , સંસમની વટી અને રિવર્સ ક્વોરન્ટાઇન કીટનું પણ વિતરણ કરવામા આવ્યુ હતુ.
જેમા ૨૦૦ પેકેટ ઉકાળાનું વિતરણ, ૧૫૦ સંસમની વટીનું વિતરણ અને ૧૫૦ રીવર્સ ક્વોરન્ટાઇન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આયુષ વિભાગની કચેરીના હોમિયોપેથી વિભાગ દ્વારા આર્સેનિક આલ્બથી બનેલી ગ્લોબયુલ્સ ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…World Tuberculosis Day: વિશ્વ ક્ષય દિવસ“સ્ટેટ ટી.બી. આંક” માં ગુજરાત રાજ્ય અગ્રેસર