પશ્ચિમ રેલ્વે ચલાવશે કાંકરિયા – કટક અને પાલનપુર – સંકરેલ ગુડ્ઝ ટર્મિનલ વચ્ચે પાર્સલ વિશેષ ટ્રેન

loading 6 4 1121120991577405484.

અમદાવાદ, ૦૬ મે ૨૦૨૦

પશ્ચિમ રેલ્વેએ રાષ્ટ્ર અને લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે કોરોના રોગચાળાના આ મુશ્કેલ સમયમાં દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ ની સપ્લાય જળવાઈ રહે તે માટે મોટા પ્રમાણમાં કામ કરવાનું ચાલુ રાખ્યું છે. તે સન્માન ની બાબત છે કે પશ્ચિમ રેલ્વે માત્ર આવશ્યક ચીજવસ્તુઓ જ નહીં, પરંતુ ખૂબ જ તાત્કાલિક વતુઓ જેવી કે દવાઓ અને તબીબી ઉપકરણોની સપ્લાય કરીને પણ દેશ સેવા માટે ફાળો મહત્વ નો ફાળો આપ્યો છે. પશ્ચિમ રેલ્વે એ લોકડાઉન સમયગાળા દરમિયાન દેશના વિવિધ ભાગોમાં વિવિધ ટાઈમ ટેબ્લ્ડ પાર્સલ વિશેષ ટ્રેનો ચલાવાનું કાર્ય નિરંતર ચાલુ રાખ્યું છે. આના ચાલુ રાખવા માટે કાંકરિયા – કટક અને પાલનપુર સંકરેલ ગુડ્ઝ ટર્મિનલ વચ્ચે બે પાર્સલ સ્પેશિયલ ટ્રેનોની વધુ 4 ટ્રિપ દોડાવવાની છે.
• કાંકરિયા – કટક પાર્સલ વિશેષ ટ્રેન (2 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 00941 કાંકરિયા – કટક પાર્સલ સ્પેશિયલ ટ્રેન 8 મે 2020 ના રોજ કાંકરિયા થી 18.30 વાગ્યે ઉપડશે અને 10 મે 2020 ના રોજ 02.30 કલાકે કટક પહોંચશે. આવી જ રીતે ટ્રેન નંબર 00942 કટક – કાંકરિયા પાર્સલ સ્પેશિયલ ટ્રેન 11 મી મેના રોજ કટકથી 19.30 કલાકે ઉપડશે.13 મે, 2020 ના રોજ 03.15 કલાકે કાંકરિયા પહોંચશે. આ ટ્રેન આણંદ, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, કટની મુરવારા, બિલાસપુર, ઝારસુગુડા, સંબલપુર સિટી અને ટલ્ચર રોડ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
• પાલનપુર – સંકરેલ ગુડ્ઝ ટર્મિનલ પાર્સલ વિશેષ ટ્રેન (2 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 00945 પાલનપુર – સંકરેલ ગુડ્ઝ ટર્મિનલ વિશેષ પાર્સલ ટ્રેન 9 મે 2020 ના રોજ 23.00 કલાકે પાલનપુરથી ઉપડશે 11 મે 2020 ના રોજ 08.35 કલાકે સંકરેલ ગુડ્ઝ ટર્મિનલ પહોંચશે. આવી જ રીતે ટ્રેન નંબર 00946 સંક્રેલ ગુડ્ઝ ટર્મિનલ થી 13 મે 2020 ના રોજ સંકરેલ ગુડ્ઝ ટર્મિનલ થી 00.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.45 કલાકે પાલનપુર પહોંચશે. આ ટ્રેન આબુ રોડ, મારવાડ, અજમેર., ફુલેરા., જયપુર, યમુના બ્રિજ, પ્રયાગરાજ., પં. દીન દયાલ ઉપાધ્યાય, ગયા, ગોમો અને આસનસોલ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.