આગામી મહાનગરપાલિકાઓની ચૂંટણીને લઈને જામનગરમાં (JMC Poll) પણ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૨ ફેબ્રુઆરી: આગામી મહાનગરપાલિકાઓની ચૂંટણીને લઈને જામનગરમાં (JMC Poll) પણ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે, જામનગરના વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા) હસ્તે કરવામાં આવ્યું હતું

આ તકે શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા પૂર્વ પ્રમુખ અને ચૂંટણી ઇન્ચાર્જ હસમુખભાઈ હિંડોચા તેમજ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર બે ના ઉમેદવારો જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજભાઇ જાડેજા, ડિમ્પલબેન રાવલ અને કૃપાબેન રબારી ઉપસ્થિત રહયા હતા.

(JMC Poll) આ તકે શહેર ભાજપના સંગઠનના આગેવાનો, વોર્ડ નંબર બે ના સંગઠનના આગેવાનો બહેનો, કાર્યકર્તાઓ- શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,
રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ (JMC Poll) ઉપસ્થિત તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીની પેનલને વિજેતા બનાવવા માટે અપીલ કરી હતી અને કહ્યું હતું કે વિસ્તારના તમામ લોકો ચારેચાર કમળના બટનને ઉપર મત આપી

અને ઉમેદવારોને વિજયી બનાવે તેમજ મહામંત્રી વિજયસિંહ જેઠવા, પૂર્વ અધ્યક્ષ અને ચૂંટણી ઇન્ચાર્જ હસમુખભાઈ હિંડોચા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા, હાજર તમામ શુભેચ્છકોએ ભાજપના વોર્ડ નંબર બે ના તમામ ઉમેદવાર ચારે ઉમેદવારોને જંગી લીડથી બનાવવા સંકલ્પ કર્યો હતો