jio fiber

Jiofiber offer: જિયોફાઇબર પોસ્ટ પેઇડ સર્વિસ લોન્ચ; ઇન્સ્ટોલેશન ફ્રી

Jiofiber offer: જિયોફાઇબર પોસ્ટપેઇડ 17 જૂન, ગુરુવારથી શરૂ થશે.

મુંબઈ, 16 જૂન: Jiofiber offer: રિલાયન્સ જિયો 17 જૂનથી જિયોફાઇબર પોસ્ટ-પેઇડ બ્રોડબેન્ડ સેવાઓ લોન્ચ કરવા જઈ રહ્યું છે જેમાં નવા કનેક્શન્સ માટે ઇન્સ્ટોલેશન ફી લેવામાં નહીં આવે. કંપની અત્યારે નવા કનેક્શન્સ માટે રૂ. 1500 ઇન્સ્ટોલેશન ચાર્જિસ લે છે.

જે ગ્રાહકો (Jiofiber offer) જિયોફાઇબર પોસ્ટ-પેઇડ કનેક્શન માટે અપ્લાય કરે છે તેમણે રૂ. 399થી શરૂ થતો છ મહિનાનો અથવા 12 મહિનાનો પ્લાન પસંદ કરવાનો રહેશે. આ પ્લાન ઇન્ડસ્ટ્રીનો સૌથી ન્યુનત્તમ પ્લાન છે.

Whatsapp Join Banner Guj

જો ગ્રાહકોએ (Jiofiber offer) મનોરંજન માટે ઓવર ધ ટોપ (OTT) સેવાઓ ધરાવતા અન્ય પ્લાન સબસ્ક્રાઇબ કરવા હોય તો તેમણે રૂ. 1000 રિફન્ડેબલ સિક્યુરિટી ડિપોઝીટ ચુકવવાની રહેશે. OTT એપ્સ માટે 4K સેટ ટોપ બોક્સ કોઈપણ પ્રકારની વધારાની કિંમત ચુકવ્યા વગર ઉપલબ્ધ થશે. રૂ. 999ના અને તેનાથી વધુના પ્લાનમાં 15 પેઇડ OTT એપ્સ ઉપલબ્ધ થશે જેમાં ડિઝનીહોટસ્ટાર+,એમેઝોન પ્રાઇમ, ઝીફાઇવ,  સોનીલીવ,  હોઈચોઈ સહિતની પ્રાદેશિક OTTsનો પણ સમાવેશ થાય છે.

આ પોસ્ટ-પેઇડ કનેક્શન હોવાથી, રિલાયન્સ જિયો આપની અનુકૂળતા માટે ઓટો-પે પેમેન્ટ સેવા પણ ઓફર કરે છે. જિયોફાઇબર પોસ્ટપેઇડ 17 જૂન, ગુરુવારથી શરૂ થશે.

આ પણ વાંચો…ભારતમાં મળેલા ડેલ્ટા વેરિયન્ટ(Delta Variant)ની સામે સૌથી વધુ અસરકારક સ્પુટનિક વી રસી: રશિયાનાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ

રિલાયન્સ જિયો 54.56 ટકા બજાર હિસ્સા સાથે દેશની સૌથી વિશાળ બ્રોડબેન્ડ કંપની છે. જ્યારે 15.6 ટકા બજાર હિસ્સા અને 31 લાખ ગ્રાહકો સાથે જિયો ત્રીજી સૌથી મોટી વાયરલાઇન (લેન્ડલાઇન) બ્રોડબેન્ડ કંપની છે.