Rakhi

આ વર્ષે ભારતીય ટપાલ વિભાગ દ્વારા રાખી મેલ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે

Rakhi

19 JUL 2020 by PIB Ahmedabad

રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે 03 ઓગસ્ટ, 2020ના રોજ ઉજવવામાં આવશે. ઇન્ડિયા પોસ્ટને મોટી સંખ્યામાં રાખી મેલ પ્રાપ્ત થવાની સંભાવના છે. એ સમયગાળા દરમિયાન રાખી મેલનો ભારે ટ્રાફિક રહેશે. નાગરિકોની સગવડ માટે, તમામ અગ્રણી પોસ્ટ ઓફિસમાં રાખડી સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ -19 રોગચાળાના આ પડકારજનક સમયગાળા દરમિયાન અમે રાખડીની સમયસર ડિલિવરી આપવા માટે તૈયારી કરી છે.

ગ્રાહકોને અન્ય રાજ્યો માટે રાખડીની સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવા 25 જુલાઈ સુધીમાં તેમના રાખડી મોકલવા વિનંતી છે. ગુજરાતની અંદર રાખડી 28 જુલાઇ પહેલા મોકલવા  વિનંતી છે. જો કે રાખડી 25-28 જુલાઈ પછી પણ પોસ્ટ કરી શકાશે.

ગ્રાહકો તેમની રાખડી સામાન્ય પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા પોસ્ટ કરી શકે છે. આ વર્ષે પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે, ઇન્ડિયા પોસ્ટ ગ્રાહકોને વિનંતી કરે છે કે તેઓ દેશભરમાં ઝડપી અને તાત્કાલિક ડિલિવરી માટે રાખડી અને ભેટ પત્રને પોસ્ટ કરવા માટે સ્પીડ પોસ્ટની સુવિધાનો ઉપયોગ કરે. કામના કલાકો દરમિયાન તમામ પોસ્ટ ઓફિસો પર સ્પીડ પોસ્ટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. 50 ગ્રામ સુધીના પાર્સલ માટે રૂ.18/ – અને સમગ્ર ભારતમાં 50 ગ્રામ સુધીના પાર્સલ માટે રૂ. 41/- ના દરે આ સુવિધા ઉપલબ્ધ છે. આ સુવિધા સ્પીડ પોસ્ટ બુકિંગ કાઉન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, સ્પીડ પોસ્ટ ભવન બિલ્ડિંગ, શાહીબાગ, અમદાવાદ – 380 004 અને અમદાવાદ રેલ્વે મેઇલ સેવા, પ્લેટફોર્મ નંબર 1 રેલ્વે સ્ટેશન, અમદાવાદ -380002 પર 24 કલાક ઉપલબ્ધ છે. ગ્રાહકોને વિનંતી છે કે, ત્વરિત ડિલિવરી માટે પત્રો પર મોકલનાર અને મેળવનારનું પિન કોડ સાથેનું સંપૂર્ણ સરનામું તેમજ મોબાઈલ નંબર લખો. રૂ.10 /- ની કિંમતના વિશેષ રાખી કવર દરેક પોસ્ટ ઓફિસ પર ઉપલબ્ધ છે. ગ્રાહકો રાખડીને મોકલવા માટે ઉપરોક્ત કવરનો ઉપયોગ કરી શકે છે.

વધુ પૂછપરછ માટે ગ્રાહકોએ ફોન નં. (079) 25505386 પર સંપર્ક કરવો અથવા www.indiapost.gov.in પર લોગ ઇન કરવું.