Aap Kuber nagar

કુબેરનગરમાં આપ ના ઉમેદવાર-કાર્યકરો લગ્ન માં ડીજે ના તાલે નાચી કર્યો પ્રચાર

  • આમ આદમી પાર્ટીનો આમ આદમી પ્રચાર
  • કુબેરનગરમાં આપ ના ઉમેદવાર-કાર્યકરો લગ્ન માં ડીજે ના તાલે નાચી કર્યો પ્રચાર

અમદાવાદ,૨૧ જાન્યુઆરી: આગામી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને પછાડવા આમ આદમી પાર્ટી પ્રચારમાં કરવામાં કોઈ જ કસર બાકી રાખવા માંગતી નથી.તાજેતરમાં એક લગ્ન પ્રસંગમાં કુબેરનગર વોર્ડના ઉમેદવાર -કાર્યકર્તાઓ ટોપી અને ખેસ પહેરી ડીજેના તાલે નાચતા નજરે પડ્યા છે.આપ ના કાર્યકરોને નાચતા જોઈ જનેયા પણ હરચકમાં આવી ગયા.

Whatsapp Join Banner Guj

આમ આદમી પાર્ટી કુબેરનગર વોર્ડના ઉમેદવાર એડવોકેટ જ્યેન્દ્ર અભવેકરે જણાવ્યું હતું કે,પાર્ટીનો પ્રચાર કરવા લગ્ન એક સારો માધ્યમ છે.દિલ્લીની કેજરીવાલ સરકારનો મોડેલ લોકો સુધી જલ્દી પોહચી શકે છે.લોકોએ જાગૃતિ લાવવા નાની નાની સભાઓ કરવામાં આવી રહી છે.શેરીઓમાં હેન્ડ માઇક થી પ્રચાર કરી રહી છે.આ વખતે લોકો પરિવર્તનની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો…હવે ધો.3થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા વોટ્સએપનાં માધ્યમથી લેવાશે, શિક્ષણ વિભાગે જાહેર કર્યો નંબર- વાંચો રજીસ્ટ્રેશન વિશે સંપૂર્ણ મીહિતી