૧૩ વર્ષીય ગુજરાતી તરુણ(Gujarati Tarun) અમેરિકા ભારતીય સંસ્કૃતિનું કરે છે જતન- સંવર્ધન.
ગુજરાતી તરુણ (Gujarati Tarun) અમેરિકામાં રહીને પણ પિતાને પીતાંબર પહેરીને જ પૂજા કરવાનો આગ્રહ રાખે છે…

‘તપસ્વી’ નું તેજ…
અમેરિકાને કંટકી સ્ટેટની એસેમ્બલીમાં ક્લાઈમેટ ચેન્જ પર પ્રતિભાશાળી વક્તવ્ય…
અમેરિકામાં રહેતો 13 વર્ષનો તરુણ (Gujarati Tarun) પોતાના પિતાને પીતાંબર પહેરીને જ પૂજા કરવાનો આગ્રહ રાખે તો આશ્ચર્ય થાય જ ને..!’ વાત કંઈ આમ છે…આમ તો તપસ્વી મૂળે તો ગુજરાત- અમદાવાદના બ્રાહ્મણ પરિવારનું ફરજંદ છે… દાદા સ્વર્ગસ્થ જનકભાઈ જાની ( સિવિલ હોસ્પિટલના પૂર્વ જનસંપર્ક અધિકારી) નો પૌત્ર તપસ્વી
Gujarati Tarun ખૂબ નાની ઉંમરે અમેરિકામાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યો છે…અમેરિકાના કંટકી સ્ટેટની વિશ્વમાં બનતી આતંકવાદની ઘટનાઓની સાથે સાથે વિશ્વ આખામં ઘર વિહોણા લોકો માટે શું થઈ શકે…? એવા ગંભીર વિષયને આવરી લઈ તપસ્વીએ એસેમ્બલી માં એક પ્રતિભાશાળી વક્તવ્ય આપ્યું… નાની વયના પાકટ વિચારો સાંભળીને સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો, ત્યારે બેશક ઉપસ્થિત મેદનીમાં એક આશ્ચર્ય સર્જાયું… કોણ છે આ વક્તવ્ય આપનાર..? આ વક્તવ્ય આપનાર કોઈ મોટા ગજાનો સ્પીકર નહીં પરંતુ માત્ર ૧૩ વર્ષનો (Gujarati Tarun) તરુણ તપસ્વી હતો…પિતા પંકજ જાની અને માતા બીના જાનીના બે પૈકીનું એક સંતાન તપસ્વી, સમગ્ર કંટકી સ્ટેટમાં તપસ્વીના તેજ ની ચર્ચા ચારેકોર ફેલાઇ છે…
બાળપણથી જ તપસ્વી (Gujarati Tarun) ભણવામાં અગ્રેસર હતો તપસ્વી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર પણ બખૂબી કરે છે.. ચારેકોર પશ્ચિમી સંસ્કૃતિના અતિક્રમણ અને બૂમરાણ વચ્ચે પણ તપસ્વીએ ભારતીય પરંપરાને બરકરાર રાખી છે.. પોતાના દાદાની શ્રાદ્ધની વિધિ હોય કે રોજેરોજ પિતા દ્વારા કરાતી પૂજા હોય, તપસ્વી હંમેશા વિધિપૂર્વક ના વિધાન નો આગ્રહ રાખે છે.. સંસ્કૃતના શ્લોક હોય કે ગણિતની ગડમથલ તપસ્વી નો દબદબો એટલો જ બુલંદ રહ્યો છે…. થોડાક સમય પહેલા કંટકી સ્ટેટમાં પ્રાયમરી લેવલે ગણિતિક સ્પર્ધામાં state leval એ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો.. તો જનરલ નોલેજ માં પણ તે સદાય અવ્વલ નંબરે રહ્યો છે… સ્થાનિક કક્ષાએ યોજાયેલી પાંચ રાજ્યોની quiz સ્પર્ધામાં પણ તપસ્વી પ્રથમ રહ્યો છે…
તેણે અમેરિકામાં રહીને ગુજરાતી ભારતીય ક્ષમતાનો સમગ્ર રાજ્યને પરિચય કરાવ્યો છે. માત્ર ભણવામાં જ નહીં પરંતુ રમતગમત ક્ષેત્રે પણ તપસ્વીએ આગવી નામના મેળવી છે… તાજેતરમા ‘હયુમાનિટી’ અને ‘યુનિટી’ જેવા વિષયોને આવરી લેતી સ્પીચ ના પગલે તપસ્વીની બોલબાલા વધી છે… માર્ટિન લ્યૂથર કિંગ જુનિયર વિશેની તપસ્વીની સ્પીચે શાળાના આચાર્યને એટલા પ્રભાવિત કર્યા કે શાળાના આચાર્યે તપસ્વીના વાલીને ઈમેલ લખી ને તપસ્વીના સામર્થ્યને પીઠ બળ પૂરું પાડ્યું છે..એટલું જ નહી પરંતુ આ તેજસ્વી એવો તપસ્વી તેમની શાળાનો વિધ્યાર્થિ હોવાનું ગૌરવ પણ લે છે… ૧૩ વર્ષની નાની વયે તપસ્વી અત્યાર સુધીમાં વિવિધ સ્પર્ધાઓમાં ૧૦૦થી વધુ સર્ટીફીકેટ મેળવી ચૂક્યો છે…
તપસ્વી કહે છે કે ‘મારા દાદા લગભગ 20 વર્ષ પહેલા fibrosis ની બીમારીથી મૃત્યુ પામ્યા હતા… ત્યારે મારે આ રોગ શેનાથી થાય છે અને તેના ઈલાજ માટે મારે ડોક્ટર બનવું છે…’
ધન્ય છે આ તરુણ તપસ્વીના તેજને…