breaking news HC Mask

માસ્ક ન પહેરનાર લોકો માટે ગુજરાત હાઇકોર્ટનો સરકારને આદેશ

breaking news HC Mask

અમદાવાદ, ૦૨ ડિસેમ્બર: હાઈકોર્ટમાં કોરોના મુદ્દે સુઓમોટો અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાતમાં માસ્ક નહિ પહેરનારા લોકોને covid કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામુ બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. સાથે જ માસ્ક ન પહેરનારા વ્યક્તિની ઉંમર લાયકાત અને બાકીની બાબતોને ધ્યાને લઇને કોમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે. માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને રોજના પાંચ થી છ કલાક કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. આ કોમ્યુનિટી સર્વિસનો સમય પાંચ દિવસથી 15 દિવસ સુધી રાખી શકાશે.

whatsapp banner 1