GUJARAT corona update: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો…

GUJARAT corona update: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, 9541 નવા કેસ, 97 લોકોનાં મોત

ગાંધીનગર, 17 એપ્રિલઃ GUJARAT corona update: ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. નવા કેસ અને મૃત્યુઆંકના આંકડા વધુ ડરામણા છે. રાજ્યમાં આજે 9541 નવા કોરોનાના કેસ નોંધાયા. જ્યારે 3783 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 88,08,994 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 13,61,550 નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 1,01,70,544 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા.

Whatsapp Join Banner Guj

આજે 60 વર્ષથી વધારે ઉંમરનાં અને 45થી 60 વર્ષનાં કુલ 87,932 લોકોને પ્રથમ ડોઝ અને 56,047 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું. જો કે રાજ્યમાં હજી સુધી કોઇને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. રાજ્યમાં આજે કોરોનાના નવા 9541 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 3783 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ ગગડીને 84.61 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3,33, 564 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

GUJARAT corona update: હાલ રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 55398 કુલ બેડ છે. જ્યારે 304 લોકો વેન્ટિલેટર પર છે. 55094 લોકો સ્ટેબલ છે. 333564 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 5267 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 97 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં સુરત કોર્પોરેશન 26, અમદાવાદ કોર્પોરેશન 25, રાજકોટ કોર્પોરેશન 8, વડોદરા કોર્પોરેશન 7, સુરેન્દ્રનગર 6, મોરબી 3, બનાસકાંઠા 2, ભાવનગર 2, ભાવનગર કોર્પોરેશ 2, જામનગર 2, જામનગર કોર્પોરેશન 2, મહેસાણા 2, રાજકોટ 2, ભરૂચ, બોટાદ, ડાંગ, ગાંધીનગર કોર્પોરેશન, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરામાં કુલ 1-1 લોકોનાં મોત નિપજ્યાં છે.

corona update
ADVT Dental Titanium
corona death 1704

આ પણ વાંચો…Medical staff: સિવિલ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ પણ “આ પાર કે પેલે પાર”ના ધ્યેય સાથે જીવસટોસટની બાજી ખેલી રહ્યો છે.