CM Rupani

Good News: ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય,જાણો વિગત….

Good News: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય


ગાંધીનગર, ૦૭ જૂન: Good News: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે.

આ પણ વાંચો…Mass farming: સમૂહ ખેતી થકી સમૃદ્ધિ તરફ પગરણ માંડતા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ૨૫ ખેડૂતો

કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રીએ હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે.

ADVT Dental Titanium