BREAKING: આવતીકાલથી જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓ ને 1000 રૂપિયા નો દંડ કરવામાં આવશે.

૧૦ ઓગસ્ટ:મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું છે કે રાજ્યની વડી અદાલતે આપેલા ચુકાદા નો રાજ્યમાં આવતી કાલ થી અમલ કરવામાં આવશે
તદનુસાર મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ જાહેર કર્યું છે કે રાજ્યમાં આવતી કાલ એટલેકે 11 ઓગસ્ટ મંગળવાર થી જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓ ને 1000 રૂપિયા નો દંડ કરવામાં આવશે.
તેમણે રાજ્યના સૌ નાગરિકો ને અપિલ કરી છે કે આગામી જન્માષ્ટમી સહિત ના તહેવારોમાં બહાર નીકળીને ભીડ ભાડ ના કરે કેમકે કોરોના સંક્રમણ આવી ભીડભાડ થી વ્યાપક ફેલાય છે તેથી આવા સંક્રમણ ને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહી ને તહેવારો માનવે તેવો અનુરોધ પણ મુખ્યમંત્રીશ્રી એ કર્યો છે