18 ડિસેમ્બરથી સાબરમતી ક્લોન સ્પેશિયલ અમદાવાદથી 15 મિનિટ પહેલા ચાલશે.

Ahmedabad Railways Station

 
અમદાવાદ, ૧૫ ડિસેમ્બર:
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે, અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09465 અમદાબાદ – દરભંગા ક્લોન સ્પેશિયલ (સાપ્તાહિક) ટ્રેનનો 18 ડિસેમ્બર 2020 થી અમદાવાદથી ચાલવાના સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે. તે અનુસાર આ ટ્રેન તેના નિર્ધારિત સમયથી 15 મિનિટ વહેલા પ્રસ્થાન કરશે.

Railways banner

ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે 18 ડિસેમ્બર, 2020 થી અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09465 અમદાવાદ દરભંગા સ્પેશિયલ તેના વર્તમાન સમય 20:40 વાગ્યે (દર શુક્રવારે) ની જગ્યાએ 15 મિનિટ પહેલા 20:25 વાગ્યે અમદાવાદ સ્ટેશનથી ઉપડશે. મુસાફરોને અનુરોધ કરવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખે. રેલ પ્રશાસન દ્વારા આ સંદર્ભમાં આરક્ષિત મુસાફરોને એસએમએસ દ્વારા પણ જાણ કરવામાં આવી રહી છે.