Surat police award 2

સુરત પોલીસના ચાર જવાનોને ‘સાયબર કોપ’ એવોર્ડ આપી સન્માનિત કરાયા

Surat police award

રાજ્યના પોલિસ વડાના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સુરત પોલીસના ચાર જવાનોને ‘સાયબર કોપ’ એવોર્ડ આપી સન્માનિત કરાયા

Surat police award 2

સુરત, ૩૦ ઓક્ટોબર: ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યના ડી.જી.પી. શ્રી આશિષ ભાટીયાના હસ્તે સુરત શહેર પોલીસના એક પી.એસ.આઈ. અને ત્રણ અ. હેડ કોન્સ્ટેબલને ‘સાયબર કોપ એવોર્ડ સપ્ટેમ્બર-૨૦૨૦’ એનાયત કરીને સન્માનિત કરાયા હતા. જેમાં પી.એસ.આઈ.શ્રી ડી. એમ.રાઠોડ, અ. હેડ કોન્સ્ટેબલ સર્વ શ્રી ચેલાભાઈ હાજાભાઈ, શ્રી નિતેશભાઈ તનસુખભાઈ, દુર્ગેશભાઈ વાસુદેવભાઈનું એવોર્ડ આપી બહુમાન કરાયું હતું.

એવોર્ડ મેળવનાર પોલિસકર્મીઓને પોલિસ કમિશનર શ્રી અજયકુમાર તોમરે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો: સરદાર પટેલ જન્મજયંતિ પૂર્વ દિવસે કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ પ્રોજેકટસના કર્યા લોકાર્પણ