JMC Daban

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જામ્યુકોની જગ્યામાં પાંચ હજાર ફૂટ નું દબાણ દૂર કરાયું

JMC Daban

દબાણ હટાવ શાખાની ટુકડી દ્વારા બાંધકામ ને જમીનદોસ્ત કરી લોખંડ નો સામાન જપ્ત કરી લેવાયો

રિપોર્ટ:જગત રાવલ
જામનગર ના હાપા માર્કેટિંગ યાર્ડની બાજુમાં જ જામનગર મહાનગર પાલિકાની જગ્યામાં અંદાજે પાંચેક હજાર ફૂટ જેટલું બિન અધિકૃત બાંધકામ શરૂ કરી દેવાયું હતું. અને જામ્યુકૉ ની જગ્યા દબાવવાનો પ્રયત્ન કર્યો હતો, જે અંગેની જાણકારી મળી જતા જામ્યુકોની દબાણ શાખાની ટુકડી એ પહોંચી જઈ બિનઅધિકૃત દબાણ દૂર કર્યું છે. તેમ જ કેટલોક લોખંડ સહિતની સામગ્રી કબજે કરી છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની બાજુમાં મહાનગરપાલિકાની જગ્યા આવેલી છે, જે જગ્યામાં કોઈ આસામીઓ દ્વારા અંદાજે પાંચેક હજાર ફૂટ જેટલી જગ્યામાં બાંધકામ શરૂ કરી દેવાયું હતું. અને ગોડાઉન બનાવાતું હોય તેવું ધ્યાનમાં આવ્યું હતું.

સરકારી જગ્યામાં પાયા ભરીને કન્સ્ટ્રકશન શરૂ કરી દેવાયાનું ધ્યાનમાં આવતા જામ્યુકોની દબાણ હટાવ શાખા ની ટીમ આજે જેસીબી મશીનો સાથે પહોંચી ગઈ હતી, અને ખડકી દેવાયેલું બાંધકામ તોડી પાડ્યું હતું. સાથોસાથ બાંધકામ કરનારાઓએ રાખેલા રેતી પથ્થરો વગેરેને જેસીબીની મદદથી જમીનમાં જ પાથરી દઇ જમીનને ફરીથી સમથળ બનાવી દેવામાં આવી હતી. સાથોસાથ કેટલાક લોખંડનો સામાન પણ ખડકાયો હતો. જે કબજે કરી લઈ જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવા આવ્યો છે, અને જામ્યુકોની પાંચ હજાર ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવી છે.

Banner Still Guj