ખેડા પોલીસના પ્રોજેક્ટ યોગપ્રહરીને વ્યાપક પ્રતિસાદ:વધુ એક માસ માટે લંબાવાયો
ફિટ હૈ તો હિટ હૈ
ખેડા પોલીસના પ્રોજેક્ટ યોગપ્રહરીને વ્યાપક પ્રતિસાદ: પ્રોજેક્ટને સફળતા મળતાં વધુ એક માસ માટે લંબાવાયો
કોરોના સામે પોલીસ જવાનોની રોગશક્તિ વધારવા જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રનો નવતર પ્રયોગ
ખેડા, ૧૯ ડિસેમ્બર: જિલ્લા પોલીસ ટીમના જવાનોની રોગ પ્રતિકારકશક્તિ વધારવા અને કોવિડ -૧૯ મહામારી સામે સારી રીતે લડવા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિવ્ય મિશ્ર દ્વારા પ્રોજેકટ યોગ પ્રહરી તા.૧૧/૦૫/૨૦૨૦ થી શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટની શરૂઆતમાં દરરોજ ૧૦ મિનિટ માટે યોગીક શ્વાસોચ્છવાસ લેવાની કવાયત એટલે કે “પ્રાણાયામ” એકપણ દિવસ ચુક્યા વિના કરવાનો પડકાર હતો. પ્રોજેક્ટ યોગપ્રહરીની ઉત્તરોત્તર સફળતાને ધ્યાને રાખી તથા કોરોના સંક્રમણની ગંભીરતા સમજી આ મુશ્કેલ સમયમાં પોતાને ફીટ રાખવા માટે આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રોજેકટ યોગપ્રહરી તા.૭/૯/૨૦૨૦ થી તા.૧૫/૧૨/૨૦૨૦ સુધી ૧૦૦ દિવસ માટે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ યોગપ્રહરીમાં ખેડા જિલ્લા પોલીસના કુલ- ૧૩૨૪ અધિકારી/કર્મચારીઓએ ૧૦૦ દિવસના પડકારમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને ૫૬ અધિકારી તથા ૫૮૭ કર્મચારીઓ સહિત કુલ ૬૪૩ અધિકારી/કર્મચારીઓએ ખુબ જ રસ દાખવી આ પડકાર ૭૫ ટકા ઉપરાંત દિવસોમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. જે પૈકી ૧૫૦ અધિકારી/કર્મચારીઓ સો ટકા દિવસોમાં પ્રાણાયામ કરવામાં સફળ રહ્યા હતા.
અગાઉ પ્રોજેક્ટ યોગપ્રહરી-૧ માં ખેડા જિલ્લા પોલીસના કુલ-૩૬ અધિકારીઓએ તા. 11/05/2020 થી તા.30/05/2020 સુધી 21 દિવસના પડકારમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને 4 અધિકારીઓએ ખુબ જ રસ દાખવી આ પડકાર 100% સફળતાપૂર્વક પૂર્ણ કરેલ જ્યારે 10 અધિકારીઓએ 75 % ઉપરાંત દિવસો પ્રાણાયામ કરવામાં સફળ રહ્યા હતા.
ત્યારબાદ પ્રોજેકટ યોગપ્રહરી-2 તા.01/06/2020 થી તા.30/06/2020 દિન-30 માટે અમલમાં મુકવામાં આવેલ જેમાં ખેડા પોલીસ ટીમના કુલ 520 પોલીસ અધિકારી કર્મચારીઓએ ભાગ લીધેલ અને તેમાથી 17 અધિકારી/કર્મચારીનાઓએ આ પડકાર 100% સફળતાપૂર્વક પૂર્ણ કરેલ આ ઉપરાંત અન્ય 64 અધિકારી/કર્મચારીનાઓએ 75% ઉપરાંત દિવસો પ્રાણાયમ કરવામાં સફળ રહ્યા હતા.
પ્રોજેક્ટ યોગપ્રહરી-૩ તા.06/07/2020 થી તા.26/07/2020 દિન-21 માટે શરૂ કરવામાં આવેલ જેમાં કૂલ 721પોલીસ અધિકારી/ કર્મચારીઓએ સ્વૈચ્છાથી જોડાયેલ અને 125 અધિકારી/ કર્મચારીઓએ 100% સફળતાપૂર્વક પૂર્ણ કરેલ અને અન્ય 207 અધિકારી/કર્મચારીઓએ 75% ઉપરાંત દિવસોમાં પ્રાણાયામ કરવામાં સફળ રહ્યા હતા. પ્રોજેક્ટ યોગપ્રહરી-4 તા.01/08/2020 થી તા.31/08/2020 દિન-31 માટે શરૂ કરવામાં આવેલ જેમાં કુલ 1276 પોલીસ અધિકારી/ કર્મચારીઓએ સ્વેચ્છાથી જોડાયેલ જેમાં કુલ 666 અધિકારી/ કર્મચારીઓએ 75% ઉપરાંત દિવસોમાં પ્રાણાયામ કરવામાં સફળ રહ્યા જે પૈકી 280 અધિકારી/ કર્મચારીઓએ 100% સફળતા પ્રાપ્ત કરી હતી.
પ્રોજેક્ટ યોગપ્રહરીની ઉત્તરોત્તર સફળતાને ધ્યાને રાખી તથા કોરોના સંક્રમણની ગંભીરતા સમજી આ મુશ્કેલ સમયમાં પોતાને ફીટ રાખવા માટે પ્રોજેકટ યોગપ્રહરી-6 તા.23/12/2020 થી 21/01/2020 30 દિવસ માટે લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ યોગપ્રહરી-6 માં આપણે બધા મોટી સંખ્યામાં ઈચ્છાશક્તિ અને ખંતથી ઉત્સાહભેર ભાગ લઈ આ કોવીડ-19 ની વિકટ પરિસ્થીતી અને 24×7 ની ફરજ સાથે ખેડા જિલ્લા પોલીસ ટીમના અધિકારી/કર્મચારીઓને તેમની પ્રતિબદ્ધતા અને સમર્પણ માટે વિશેષ પ્રશંસાને પાત્ર છે. ખેડા જિલ્લા પોલીસ પોતાની તમામ શક્તિ અને ઉત્સાહથી ખેડા જિલ્લાના નાગરિકોની સેવા કરવા કટિબધ્ધ છે.