Chakli water bowl 3 edited

જામનગરમાં કોર્પોરેટર ડિમ્પલ રાવલ (Dimple Rawal)ના પ્રયાસો થી ચકલીના માળા નું વિતરણ કરાયું.

કોર્પોરેટર ડિમ્પલબેન (Dimple Rawal) તેમને મળતા ભથ્થા માંથી કરે છે જીવદયાનું ઉદાહરણરૂપ કાર્ય.

છેલ્લા પાંચ વર્ષથી જામનગરમાં કરાય છે ચકલીના માળા પાણીના બાઉલ નું વિતરણ.

જામનગર, ૨૦ માર્ચ: Dimple Rawal : 20 માર્ચ વિશ્વ ચકલી દિન નિમિત્તે સમગ્ર વિશ્વમાં લુપ્ત થતી ચકલીઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવે છે ત્યારે જામનગરમાં પણ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ (Dimple Rawal) અને શહેર ની પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા વિના મૂલ્યે ચકલીના માળા અને પાણીના બાઉલ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

ADVT Dental Titanium

જામનગર મહાનગરપાલિકા ના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ (Dimple Rawal) છેલ્લા પાંચ વર્ષથી તેમને મળતા કોર્પોરેટર તરીકેના ભથ્થા ની રકમ જીવદયા ના કાર્યમાં ખર્ચ કરે છે, જેમાં થી તેવો લુપ્ત થતી ચકલીઓને બચાવવા 20 માર્ચના વિના મૂલ્યે ચકલીના માળા અને પાણીના બાઉલનું વિતરણ કરે છે.

Dimple rawal, water bowl

આ વર્ષે પણ તેવો એ લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ અને નવાનગર નેચર કલબ, લાખોટા નેચર કલબ તેમજ એનિમલ હેલ્પ લાઇન ને સાથે રાખી શહેર ના સાતરસ્તા સર્કલ, ડી.કે.વી સર્કલ ખાતે વિના મૂલ્યે ચકલીના માળા અને પાણીના બાઉલ નું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં અંકિત ભાઈ રાવલ, મુકેશભાઈ પાઠક, નિલેશભાઈ ગોહિલ, એ.ડી.જાડેજા, અને પ્રતીક ભાઈ શર્મા, જતીન જેન, પંકજભાઈ ઠાકર વિગેરે હાજર રહ્યા હતા.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…જો બાઇડેન(Joe Biden) વિમાનની સીડીઓ ચડતાં ત્રણ વાર પડ્યા- વીડિયો થઇ રહ્યો છે વાયરલ, અમેરિકાના રાષ્ટ્રપતિના ફિટનેસને લઇને ઉઠી રહ્યાં છે સવાલો