બાંગ્લાદેશ માટે પહેલી પાર્સલ વિશેષ ટ્રેન ગુજરાત થી ચલાવવા નો નિર્ણય
પશ્ચિમ રેલવે ની બીજી અનોખી ઉપલબ્ધી ના અંતર્ગતબાંગ્લાદેશ માટે પહેલી પાર્સલ વિશેષ ટ્રેન ગુજરાત થી ચલાવવા નો નિર્ણય
અમદાવાદ,૦૮ઓગસ્ટ
પશ્ચિમ રેલ્વે એ ગુજરાત ના અમદાવાદ મંડળ થી બાંગ્લાદેશ માટેની પહેલી પાર્સલ સ્પેશિયલ ટ્રેન ચલાવવા નો નિર્ણય કરીને એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.આ ટ્રેન નું લોડિંગ 8 ઓગસ્ટ 2020 ના રોજ પશ્ચિમ રેલ્વે અંતર્ગત અમદાવાદ મંડળ ના કાંકરિયા યાર્ડ ખાતે શરૂ થશે અને લોડિંગ પૂર્ણ થયા પછી તે જ દિવસે સાંજ સુધી રવાના થવાની સંભાવના છે.પશ્ચિમ રેલ્વે ના મહાપ્રબંધક શ્રી આલોક કંસલ અને પ્રમુખ મુખ્ય પરિચાલન પ્રબંધક શ્રી શૈલેન્દ્ર કુમાર ના ઉર્જાવાન નેતૃત્વ અને કુશળ માર્ગદર્શન હેઠળ અમદાવાદ મંડળ ની નવગઠિત બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ ની આ અનોખી ઉપલબ્ધી ભારતીય રેલ્વે પર પાર્સલ કારોબાર ના ક્ષેત્ર માં એક સીમા ચિહ્નરૂપ સાબિત થશે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ બાંગ્લાદેશ ના બેનોપોલ સ્ટેશન માટે અમદાવાદ પાર્સલ કાર્યાલય માં વીપીયુ રેક માટે 20 વીપીયુ અને 1 એસ એલ આર નું ઇન્ડેન્ટ હાલમાં જ જારી કરવામાં આવ્યું છે.આ રેક માં ભરવામાં આવનાર આવશ્યક સામગ્રી એકત્રિત કરવાની મંજૂરી 8 ઓગસ્ટ,2020 સુધી આપવામાં આવી છે.આ રેકમાં ભરવાની વસ્તુઓ માં 15 વીપીયુ માં ડેનિમ કાપડ અને 5 વીપીયુ માં રંગવા માટે ઉપયોગ માં આવતી સામગ્રી લોડ કરવામાં આવશે.આવો ટ્રાફિક અમદાવાદ મંડળ માં પહેલીવાર સુનિશ્ચિત કરવામાં આવ્યો છે અને તેના થી લગભગ 31 લાખ રૂ નું રાજસ્વ પ્રાપ્ત થશે. બાંગ્લાદેશ માટે અમદાવાદ મંડળ ની આ પહેલી પાર્સલ સ્પેશિયલ ટ્રેન છે,જે બાંગ્લાદેશ ના બેનાપોલ સુધી પહોંચવા માટે 2110 કિલોમીટરનું અંતર કાપશે.
પ્રદીપ શર્મા જનસંપર્ક અધિકારી, પશ્ચિમ રેલવે, અમદાવાદ